સમગ્ર વિશ્વ સહીત ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હાલમાં ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 27 લાખને પાર કરી ગઈ છે. ભારતમાં વધતા જતા કોરોના કેસનીસામે ટેસ્ટિંગ અને આઇસોલેશન જેવી દિશામાં મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેના કારણે વધતો રિકવરી રેટ અને ડેથ રેટના સતત ઘટાડો થઇ રહ્યો છે. આ બાબતો દ્વારા જાણી શકાય છે કે, ભારતના કોરોના વાયરસ કંટ્રોલમાં આવી રહ્યો છે.

30 રાજ્યોની સ્થિતિમાં આવ્યો સુધાર
ભારતના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ એવા છે જ્યાં કોરોનાને નાબૂદ કરવા માટે શ્રેષ્ઠ કામગરી કરવામાં આવી છે. જેના કારણે કેસની ઝડપથી ખબર પડવી, સમયસર તેમને આઇસોલેટ કરવા, અસરકારક ટ્રીટમેન્ટથી કેસ ફેટલિટી રેટ ઓછો થયો છે. જેથી મૃત્યુદર 1.92 % થયો છે જે દુનિયાનો સૌથી ઓછો ડેથ રેટ છે.
રિકવરી રેટ 73 %ને પાર
ભારતમાં નોંધાયેલા કુલ કેસમાંથી અત્યાર સુધી 73.18 % દર્દી રિકવર થઇ ચૂકયા છે. જેમાં, મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટકમાં અન્ય રાજ્યો કરતા રિકવરી રેટ ઓછો છે. સૌથી વધુ રિકવરી રેટ દિલ્હીમાં નોંધાયો છે.

ટેસ્ટિંગે સતત વધારો
ભારત ટેસ્ટિંગમાં સતત વધારો કરી રહ્યું છે. હાલમાં છેલ્લાં 24 કલાકમાં રેકોર્ડ 8.97 લાખ ટેસ્ટ કર્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર, દેશમાં કોવિડ ટેસ્ટિંગ લેબ્સની સંખ્યા વધારીને 1,476 કરવામાં આવી છે. જેમાંથી 971 સરકારી અને 505 પ્રાઇવેટ લેબ્સ છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના 3,09,41,264 ટેસ્ટ થઇ ચૂકયા છે.
પોઝિટિવિટી રેટ સ્થિર છે
ભારતમાં વધતા જતા કેસમાં પણ પોઝિટિવિટિ રેટ સ્ટેબલ છે. છેલ્લાં 24 કલાકમાં તે 8.81 ટકા રહ્યો છે. જેની અઠવાડિયાની નેશનલ એવરેજ 8.84 % રહી છે. દેશમાં કોરોના સામે પોઝિટિવિટી રેટ છેલ્લાં 15 દિવસથી 9 %થી ઓછો નોંધાઈ રહ્યો છે.

ભારતમાં ફેલાયેલો કોરોના ઓછો ગંભીર
અન્ય દેશોની તુલનાએ સંક્રમક ભલે વધુ હોય પરંતુ જીવલેણ ઓછું છે. D614G મ્યુટેશનને કોરોના વાયરસથી 10 ગણો વધુ સંક્રમક કહેવાય છે. પરંતુ તેના ફેલાવાની સાથે જ દુનિયાભરમાં ડેથ રેટમાં ઘટાડો આવ્યો છે. મલેશિયામાં જે શખ્સમાંથી આ મ્યુટેટેડ વાયરસ ફેલાયો તે ભારતથી જ ગયો હતો.
આ પણ વાંચો : WHOની ચેતવણી, આ લોકોમાંથી ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ
