ફિલ્મ ‘ ગલી બોય ‘ માટે ખુબ ગર્વની વાત છે. ભારતે 92માં ઓસ્કાર એવોર્ડ માટે ઝોયા અખ્તરની ફિલ્મને પસંદ કરી છે. આ સમય પર સોશ્યલ મીડિયા પર ફિલ્મના કલાકાર અને ફિલ્મની ખુબ પ્રશંસા કરવામાં આવી રહી છે.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન ‘ ગલી બોય’ ના મુખ્ય કલાકાર રનવીર સિંહ એ જણાવ્યું હતું કે ‘ ગલી બોય ‘ ગલીના અવાજને ઉઠાવે છે. આ ફિલ્મ હંમેશા મારી નજીક રહી છે કોશિશ કરીશ કે હંમેશાની જેમ હિન્દી સિનેમાનો ઝંડો ઊંચો રાખીશ. હું ખુશ છું કે ‘ ગલી બોય ‘ ફિલ્મના નિર્માતા, કલાકાર અને ટીમને મહેનતનું ફળ મળી રહ્યું છે.
ફિલ્મની સ્ટોરી મુંબઈની બસ્તીમાં રહેતા એક છોકરાની છે. જેને રેપ મ્યુઝિકથી પ્રેમ છે. પરંતુ આ પ્રેમની વચ્ચે ગરીબી અને પરિવારની મજૂબૂરી આવી જાય છે.
ફિલ્મને લગતી મહત્વની વાત
- જયારે આ ફિલ્મ બની રહી હતી ત્યારે, એવી વાત ઉઠી હતી કે આ ફિલ્મ રેપર ડિવાઇન અને નેઝીના જીવન પર આધારિત છે, પરંતુ નિર્માતા ઝોયા અખ્તરે આ વાત ને નકારી દીધી હતી. અને કહ્યું હતું કે તેઓ આ ફિલ્મને માત્ર ઓથેન્ટિક બનાવવા માટે કામ કરી રહ્યા છે. અને ફિલ્મના મ્યુઝિક માટે પણ તેમણે કામ કર્યું છે.

2. ટ્રેલર રિલીઝ પછી એ પણ આરોપ લાગ્યા હતા. કે ગલી બોય 2008 માં રિલીઝ થયેલી ફિલ્મ 8 માઇલ્સથી ઇન્સ્પાયર છે. ટ્રેલરમાં રણવીર સિંહની રેપિંગ સ્ટાઇલ કેટલા અંશે 8 માઇલ્સ ફિલ્મના અભિનેતા એમિનેસ થી મળતી આવે છે. જોકે ફિલ્મ રિલીઝ પછી સાબિત થઇ ગયું કે ફિલ્મમા કોઈ સમાનતા નથી.

3. આ ફિલ્મમાં રનવીર સિંહે પણ રેપ ગાયો છે. તેમના દ્વારા ગવાયેલો રેપ ‘ અપના ટાઈમ આયેગા ‘ સુપર હિટ રહ્યો છે. અને સોશ્યલ મીડિયા પર પણ છવાયેલો છે.
4. ફિલ્મ શુટિંગના ત્રણ અઠવાડિયા પહેલા એમસી સેરના રોલ કોણ કરશે એ પણ નક્કી ન થયું હતું. કોઈએ સિદ્ધાર્થ ચતુર્વેદીને રેકમેન્ડ પણ ન કર્યો હતો. નિર્માતા ઝોયા એ સિદ્ધાર્થને એક પાર્ટીમાં મળ્યો હતો. ત્યાર પછી તેમને ઓડિશન માટે બોલાવ્યા હતા.

5. ફિલ્મની સફળતા પછી આ ફીલ્મને તેલુગુમાં પણ બનાવવાની ચર્ચા ચાલી રહી હતી. આ ફિલ્મને જાણીતા નિર્માતા અરવિંદ અલ્લુ એક્ટર ધર્મ તેજ સાથે બનાવશે.
‘ ગલી બોય ‘ આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થઇ હતી. ફિલ્મની બોક્સ ઓફિસ અને વિવેચકોએ પ્રશંસા કરી હતી આ ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, અમૃતા સુભાષ, સિદ્ધાર્થ ચતુર્વેદી મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે.