ભારતમાં દરેક મોબાઈલ યુઝર વિવિધ પ્રકારના સ્પામ કોલ અને મેસેજથી પરેશાન હોય જ છે. જેમાં, સિમ કાર્ડ ખરીદો, ક્રેડિટ કાર્ડ ખરીદો અને વિવિધ સ્કીમ માટે આવતા ફોનથી લોકો કંટાળી જાય છે. આ પ્રકારના સ્પામ કોલની ઓળખ કરવા માટે ટ્રૂ કોલર નામની એપ ઉપયોગી થાય છે. સ્વીડન દ્વારા નિર્મિત આ એપ બિનજરૂરી ફોન અને સ્પામ મેસેજ રોકવાનું મહત્ત્વપૂર્ણ કામ કરે છે.

ભારતમાં 2019ના વર્ષ દરમિયાન ટ્રુ કોલરે એક રિપોર્ટ બહાર પડયો છે. આ રિપોર્ટ અનુસાર, ભારતમાં 2019ના વર્ષમાં 29.7 અબજ સ્માપ કોલ થયા હતા. આ કોલને ટ્રૂ કોલર દ્વારા રોકવામાં આવ્યા છે. તે ઉપરાંત, 8.5 અબજ મેસેજ પણ ટ્રૂ કોલરના રેકોર્ડના નોંધાયા છે. ટ્રૂ કોલરે સ્પામ એક્ટિવિટીની નોંધ મળી રહે તે માટે એપમાં પણ નવી સુવિધાઓ ઉમેરી છે. હાલમાં સમગ્ર વિશ્વમાં ટ્રૂ કોલરના એક મહિનાના એક્ટિવ યુઝરની સંખ્યા 24 કરોડ કરતા વધારે નોંધાઈ છે. જેમાંથી માત્ર ભારતમાં જ 17 કરોડ કરતાં વધારે યુઝર છે.
આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતજમાં છેલ્લા 24 કલાકમાં તમામ તાલુકામાં મેઘમહેર, નદીઓ બે કાંઠે વહેતી થઇ
આ એપ્લિકેશનના કારણે ફોન કરનાર અજાણી વ્યક્તિનો નંબર સેવ ન હોય તો પણ તેનું નામ આપણી સ્ક્રીન પર જોવા મળે છે. જેથી, કોણ ફોન કરી રહ્યું છે તે જાણી શકાય છે. આ કંપનીના કહેવા પ્રમાણે 2019માં સ્પામ કોલ મેળવનારા દેશોમાં ભારત પાંચમા ક્રમે હતો તેમજ સ્પામ મેસેજ મેળવનારા દેશોમાં આઠમા ક્રમે રહ્યો હતો.
