કોરોના વાયરસનો કહેર દેશમાં દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ભારત સહીત વિશ્વના લગભગ બધા દેશો કોરોનાની ચપેટ છે. તેમજ આ વાયરસે લાખો લોકોનો ભોગ લીધો છે. ત્યારે ગુજરાતના પણ લગભગ બધા જ જિલ્લાઓ સુધી કોરોના પહોંચી ગયો છે. ત્યારે રાજ્યને અડીને આવેલ સંઘપ્રદેશ અને રાજ્યનું ગોવા ગણાતું દમણ જ્યાં અત્યાર સુધીમાં 1 પણ કોરોનનો કેસ નોંધાયો નથી. લોકડાઉનને એક મહિનો થયો છે તો પ્રશાસને કેવી રીતે રોક્યો કોરોનાને ત્યાં પહોંચતા ?
દમણ પ્રસાશને કડક કમગીરી

કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે લોકડાઉન કરવામાં આવ્યું. ત્યાં આ લોકડાઉનનું દમણ પ્રશાસને ચુસ્તપણે પાલન કરાવ્યું. બધા પ્રવેશ દ્વારા બંધ કરી દીધા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો.
લોકડાઉનનું ચુસ્ત પાલન

લોકોએ લોકડાઉનનો ચુસ્તપણે પર અમલ કર્યો. ઘરોધર લોકોને અનાજ આપ્યું જયારે લોકડાઉન હળવું કરાયું ત્યારે આવતા તમામ વાહનો અને ચાલકોને સેનેટાઇઝ કરીને પ્રવેશ અપાયો અને ટેમ્પરેચર પણ માપી તપાસ કરવામાં આવી હતી. આવનાર દિવસોમાં પણ દમણ પ્રશાસન વધુ કડક લોકડાઉન બનાવી અમલ કરાવવાની તૈયારી બતાવી છે.
આ પણ વાંચો : લોકડાઉન ખુલ્યા પછી કોરોનાથી બચવા આ બાબતોનું પાલન કરવું ફરજિયાત : AMC કમિશનર
