શ્રીલંકા સામે ટીમ ઇન્ડિયાએ પોતાનો ઉત્તમ દેખાવ ચાલુ રાખ્યો અને 7 વિકેટથી જીત મેળવી. જોકે આ સાથે જ ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાની મેચમાં ઓસ્ટ્રેલિયાની હાર થતાં 15 પોઇન્ટ સાથે ટીમ ઇન્ડિયા પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી છે.
જે સાથે જ ટીમ ઇન્ડિયાએ બતાવી દીધું કે કેમ તે નંબર વન ટીમ છે. જેમ આગળ વાત કરી હતી તેમ ઓપનિંગ સારી શરૂઆત આપે છે તો કોઇ પણ સ્કોર ચેઝ કરવામાં મુશ્કેલી રહેતી નથી. સેમી ફાઇનલ પ્રવેશ પહેલાં ટીમ ઇન્ડિયાએ પોતાને મજબૂત સાઇડ તરીકે રજુ કરી છે.
શ્રીલંકા પોઇન્ટ ઓફ વ્યૂ
- શ્રીલંકા વર્લ્ડ કપની અંતિમ મેચમાં જીતના ઇરાદા સાથે ઉતર્યું હતું. પણ બેટિંગમાં કોઇ ખાસ કમાલ કરી શક્યું નહીં
- સારી શરૂઆત મળી શકી નહી અને ભારતીય બોલિંગ સામે મેથ્યૂસ અને થીરીમાને સિવાય કોઇ પણ ખેલાડી ટકી શકયા જ નહીં
- શ્રીલંકાની બોલિંગમાં મલિંગાના અનુભવ પણ કામ લાગ્યો નહીં
- શરૂઆતથી ભારતીય બેટ્સેમન અટેકિંગ બેટિંગ કરી બોલરો પર દબાણ વધારી દીધું હતું
- ટૂંકમાં બેટિંગ અને બોલિંગ બંને નબળું રહ્યું અને ટીમ ઇન્ડિયાએ વન સાઇડ ગેમ કરવામાં સફળ રહ્યું
હવે ઇન્ડિયાએ ન્યૂઝિલેન્ડ સામે રમવાનું છે અને ત્યાં એક મજબૂત ટીમ સાથે એક વિનિંગ કોમ્બિનેશનથી ઉતરવું પડશે. શ્રીલંકા સામે ટીમ ઇન્ડિયાની જો વાત કરવામાં આવે તો જાડેજાને માટે આગળ વાત કરી હતી તેમ ટીમને એક ઓલરાઉન્ડર પ્લેયર મળી શકે છે.
બોલિંગ પોઇન્ટ વ્યૂ
-જાડેજા 1 વિકેટ લઇ મિડલ ઓર્ડરમાં કુલદીપ સાથે સારી બોલિંગ કરી. જાડેજા સેમી ફાઇનલમાં એક ગેમ ચેન્જર બોલર બની શકે છે.
- બીજું લોઅર ઓર્ડરમાં બેટિંગ કરી ટીમને થોડી મદદ તકી શકે છે.
- બુમરાગ વર્લ્ડ ક્લાસ બોલરની માફક 3 વિકેટ લેવામાં સફળ રહ્યો
- તો હાર્દિક, કુલદીપ અને ભુવનેશ્વરને 1-1 વિકેટ મળી હતી.
- જો કે ભુવેનેશ્વર થોડોં મોંઘો સાબિત થયો
બેટિંગ પોઇન્ટ વ્યૂ
- બેટિંગમાં ટીમ ઇન્ડિયાએ પોતાના મજબૂત ઓપનર અને સારો સ્ટાર્ટ મેળવવામાં સફળતા મળી છે
- રોહિતની વર્લ્ડ કપમાં પાંચમી સદી એક રેકોર્ડ ઇનિંગ બની
- રાહુલે પણ પોતાની પહેલી વર્લ્ડ કપ સદી ફટકારી છે
- રોહિત અને રાહુલે 189 રનની પાર્ટનરશિપથી ટીમને જીત માટે યોગ્ય યોગદાન આપ્યું
- બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય મોર્ચે ટીમ ઇન્ડિયા સારું દેખાવ કર્યું છે
- ઓવર ઓલ સેમી ફાઇનલ પહેલાં ટીમનું ફોર્મમાં હોવું જરૂરી હતું
મેચ પોઇન્ટ ઓફ વ્યૂ : ઓવર ઓલ 15 પોઇન્ટ સાથે ટીમ ઇન્ડિયા ટેબલમાં ટોપ પર પહોંચ્યું છે. પણ અહીંથી ટીમની આખરી જંગ શરૂ થશે જેમાં તેને ન્યૂઝિલેન્ડ સામે રમવાનું રહેશે. હવે બેટિંગમાં સારો દેખાવ પણ જાળવી રાખવો પડશે.
For more updates will soon
India vs New Zealand
Semi final match at Manchester cricket ground

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.