વર્લ્ડ કપની જીતથી ભારત માત્ર બે જ કદમ દૂર છે. પહેલી વખત એવું બન્યું છે કે ભારત વર્લ્ડ કપમાં માત્ર એક જ મેચ હાર્યું છે. જેની સાથે જ સેમી ફાઇનલમાં કવોલિફાય બની છે. વનડેમાં ટીમ ઇન્ડિયા નંબર વન ટીમ છે. સાથે જ વર્લ્ડ કપ જીતવા માટે મજબૂત દાવેદાર પણ છે.
11 પોઇન્ટ સાથે ટીમ ઇન્ડિયા બીજા સ્થાન પર છે અને શ્રીલંકા સામે જીતી અને જો ઓસ્ટ્રેલિયા આફ્રિકા સામે હારી જાય છે તો ઇન્ડિયા ચોક્કસ પહેલાં સ્થાન પર રહેશે, જે ઇન્ડિયા માટે એક ગોલ્ડન ચાન્સ રહેશે. ઇન્ડિયાએ શ્રીલંકા સામે સ્ટ્રોંગ જીત મેળવવા માટે ઉતરવાનું રહેશે.
જો ઇન્ડિયા શ્રીલંકાને હરાવશે તો સેમી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમશે, પણ ત્યારે જ્યારે આફ્રિકા ઓસ્ટ્રેલિયાને હરાવે થો. નહીંતર ભારતે ફરી એક વખત ઈંગ્લેન્ડ સામે સેમી ફાઇનલમાં રમવું પડી શકે છે. જે ઇન્ડિયાએ મજબૂત ટક્કર આપી શકે છે.
હાલમાં ઇન્ડિયા શ્રીલંકા સામે રમવા જઇ રહ્યું છે ત્યારે ઇન્ડિયા આગામી એક પણ મુકાબલો સરળ લેશે નહીં. સેમી ફાઇનલ પહેલાં ટીમ ચેન્જ કરવા કરતાં વિનિંગ કોમ્બિનેશન પર વધુ ભાર મુકવા માટે ટીમે ધ્યાન આપવું જોઇએ.
શ્રીલંકા સામે લીડ્સમાં મુકાબલો છે ત્યારે ટીમે સેમી ફાઇનલને ધ્યાનમાં રાખીને ટીમ પ્લાન તૈયારી કરવી જોઇએ. તેમાં પણ મિડલ ઓર્ડર અને છેલ્લી 10 ઓવરમાં રન નથી થતાં તેના પર સેમી ફાઇનલ પહેલાં ઘણું જરૂરી છે કે સ્ટ્રોંગ તૈયારી કરે.
હાલમાં સેમી ફાઇનલની ત્રણેય ટીમ, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા ટીમ ઇન્ડિયાની વિકનેસ જાણે છે. જેના માટે ટીમ 2 સ્પિનર સાથે ઉતરે તે જરૂરી છે અને ઇંગ્લેન્ડની હાલની પીચ પર તે જોવા મળી રહ્યું છે.
શ્રીલંકાના પોઇન્ટ ઓફ વ્યૂથી જો વાત કરવામાં આવે તો એક સ્ટ્રોંગ ટીમ નથી પણ મલિંગા પર ઘણી નિર્ભર છે. ત્યારે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે તેને સારો દેખાવ કર્યો છે. બેટિંગમાં ફેરાન્ડો અને કુશલ પરેરા સારા ફોર્મમાં છે.
બોલિંગમાં મલિંગા, એન્જેલો મેથ્યુસ જેવા ખેલાડી કોઇ ખાસ પ્રભાવ છોડી શક્યા નથી. શ્રીલંકાની ટીમ વર્લ્ડ કપમાંથી બહાર છે પણ ઇન્ડિયા સામે તે સારો દેખાવ કરી પોઇન્ટ ટેબલ પર પોતાનું સ્થાન આગળ લાવવા માટે પ્રયત્ન કરશે.
ઓવર ઓલ ઇન્ડિયા સારો દેખાવ કરવા માટે તૈયાર છે અને તેના માટે તેને મિડલ ઓર્ડર મજબૂત કરવાની જરૂર છે. બાકી ઇન્ડિયા એક સ્ટ્રોંગ ટીમ છે અને તેને સેમીફાઇનલ પર ધ્યાન આપીને આગાળ જવું જોઇએ.
For more updates will soon Semi final.
India vs…
Jigna Gajjar
