19મે ના ચૂંટણી સમાપ્ત થઈ ત્યારથી જ પરિણામની રાહ જોવામાં આવી રહી હતી. હવે આવતીકાલનો દિવસ દેશના વિવિધ રાજકીય પક્ષો માટે મહત્ત્વનો છે. રાજકીય પક્ષોની સાથે આખો દેશ અને તે સિવાય પડોશી દેશ પાકિસ્તાન અને યુએસએ સહિત વિશ્વના ઘણા દેશો પણ આપણે ત્યાં શું રિઝલ્ટ આવશે તેની રાહ જોઈ રહ્યા છે.
જાણવા મળેલા રિપોર્ટ પ્રમાણે આપણું પડોશી દેશ પાકિસ્તાન પણ ચૂંટણીના રિઝલ્ટ માટે આતુર છે. તેને લઈને પાકિસ્તાનમાં આવેલા ભારતીય દૂતાવાસમાં ચૂંટણીના પરિણામોનું લાઈવ ટેલીકાસ્ટ બતાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેને લઈને ઈસ્લામાબાદમાં આવેલા ભારતીય દૂતાવાસના ઓડિટોરિયમમાં લાઈવ સ્ક્રીન મૂકવામાં આવશે. તે પછી ચૂંટણીના પરિણામો પર ચર્ચાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ચૂંટણીપંચ કર્મચારી: ‘હવે આપણે 24 મેના મળીશું?’,આવું કહીને કર્મચારી કેમ ઘરેથી નીકળી રહ્યા છે?
પાકિસ્તાના મોટા ભાગના મીડિયા હાઉસ દરેક તબક્કાની ચૂંટણીના કવરેજ સાથે ભારતની ચૂંટણીના એક્ઝીટ પોલ અંગે પણ પ્રસારણ કરી રહ્યું છે.
પાકિસ્તાન સિવાય અમેરિકાના વોશિંગ્ટન ડીસીના એક થિયેટરમાં લોકસભાની ચૂંટણીનું પરિણામ બતાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. થિયેટરમાં એન્ટ્રી લેવા માટે 10 ડોલરની ટિકિટ રાખવામાં આવી છે. સવારના 9.30 થી સાંજે 5.30 વાગ્યા સુધીનો ટાઈમ રાખવામાં આવ્યો છે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.