ભારતમાં મોદી સરકાર દ્વારા દરેક ક્ષેત્રે ખાનગીકરણને ( privatization ) વધુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર ( central government )આગામી સમયમાં ખાનગી ક્ષેત્ર સાથે મળીને પેસેન્જર ટ્રેન દોડાવવા અંગે ગંભીરતાપૂર્વક વિચારી રહી છે. જેના પગલે કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયે ( ministry of railway ) ખાનગી કંપનીઓ પાસેથી રિક્વેસ્ટ ફોર ક્વોલિફિકેશન (RFQ) મંગાવવામાં આવ્યા છે. રેલવે મંત્રાલય દ્વારા દેશમાં ફેલાયેલા રેલવેના નેટવર્કને બાર ક્લસ્ટર્સમાં વહેંચવામાં આવ્યું છે. આ બધા ક્લસ્ટર્સ મળીને 109 ઓરીજીનલ ડેસ્ટીનેશન્સ (OD)ના રૂટ્સ ઉપર 151 જેટલી આધુનિક ખાનગી ટ્રેન દોડાવવાનું આયોજન છે. સરકારે જાહેર કરેલા નોટીફીકેશન અનુસાર ખાનગી ટ્રેન્સમાં ઓછામાં ઓછા 16 ડબ્બા હશે.

સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, આ ક્ષેત્રે પ્રાઇવેટ સેક્ટર્સ તરફથી આશરે ત્રીસ હજાર કરોડ રૂપિયાનું જંગી મૂડીરોકાણ કરવામાં આવશે. રેલવેનું ખાનગીકરણ કરવાથી રેલવે વધુ ઝડપી અને વધુ સુવિધાજનક બનશે જેના દ્વારા મુસાફરોને વધુ સુરક્ષા અને વધુ સગવડ મળશે. તે ઉપરાંત રોજગારીનું સર્જન થશે. ખાનગીકરણના કારણે રેલવેમાં મોડર્ન ટેકનોલોજી લાવવી સરળ બનશે. ખાનગીકરણના કારણે ટ્રેનના મેઇન્ટેનન્સની જવાબદારી પણ ખાનગી કંપનીની જ રહેશે. પરંતુ, ટ્રેનના ડ્રાઈવર અને ગાર્ડ સરકારી ડીપાર્ટમેન્ટના જ હશે. નવી બનતી રેલવેનું ઉત્પાદન ‘મેઇક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ’ ના અંતર્ગત ભારતમાં જ થશે.
આ પણ વાંચો : ગુજરાત સહીત 6 રાજ્યોમાં આ તારીખ સુધી વરસાદના અણસાર, હવામાન વિભાગે કરી આગાહી

આ માટે રેલવેનું ખાનગીકરણ જરૂરી
રેલવેના ખાનગીકરણથી રેલવેનું રૂપાંતરણ થઇ જશે અને તેનો સીધો ફાયદો મુસાફરોને થશે. ખાનગી ટ્રેન લગભગ 160 કિલોમીટર/કલાકની ઝડપ દોડશે. જેના કારણે મુસાફરીના સમયમાં ઘટાડો થશે. તે ઉપરાંત ઘણી વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પણ ઉમેરાશે. ખાનગી સેક્ટર માટે આ પરિયોજનાનો કન્સેશન પીરિયડ 35 વર્ષનો રહેશે. હાલમાં ભારતીય રેલવે ઘણા અવરોધોનો સામનો કરી રહી છે. પેસેન્જર્સની ઘણી જરૂરીયાત છે જેને પૂરી કરાવી ભારતીય રેલવે માટે શક્ય નથી. હાલમાં, રેલવે મંત્રાલય પાસે પેસેન્જર્સની જરૂરિયાતને પહોંચી વળવા માટે 13,000 પેસેન્જર રેલવે છે. પરંતુ, મુસાફરોની જરૂરિયાતને ડીમાન્ડને પહોંચી વળવા વધુ 20,000 રેલવેની જરૂરત છે.

હાલની વ્યવસ્થા અનુસાર, પ્રાઈવેટ ઓપરેટર્સ રેલવેને કેટલાક ફિક્સ ચાર્જીસ ચૂકવી દેશે. તે ઉપરાંત બળતણનો ચાર્જ વપરાશ મુજબ ચુકવવાનો રહેશે. અને પેસેન્જર્સને ટિકિટ વેચીને જે રકમ મળશે તેમાં પણ સરકારનો ભાગ રહેશે. ઇસ 2019-20 ના કેન્દ્રીય અંદાજપત્ર અનુસાર દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે રેલવે ક્ષેત્રમાં આવનારા બાર વર્ષો દરમિયાન આશરે પચાસ લાખ કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરવાની જરૂર ઉભી છે. જેના કારણે કેન્દ્ર સરકાર દ્વારા રેલવેના ખાનગીકરણને લીલી ઝંડી મળવાની શક્યતા વધુ છે.
