ભારતમાં (india) કોરોના (corona virus) સંક્રમણમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેનાથી બચવા રોકવા માટે સરકાર લોકોને માસ્ક પહેરવા વારંવાર અપીલ કરી રહી છે. તેમજ માસ્ક પહેરવું અનિવાર્ય પણ બનાવી દીધું છે. થોડા સમય અગાઉ દેશમાં વાલ્વવાળા N-95 માસ્ક પર સવાલ ઉઠ્યા હતા અને તેના પર પ્રતિબંધ લગાવામાં આવ્યો હતો. આ અંગે ઈસરો સહિત અન્ય રિસર્ચકર્તાના કહેવા અનુસાર, N-95 માસ્ક કોરોના વાયરસ સંક્રમણને રોકવા સક્ષમ છે. જેથી, કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે કોઈપણ પ્રકારનું માસ્ક પહેરવામાં આવે તેવી ભલામણ ઈસરોએ કરી છે.

કોરોના વાયરસ ફેલાવા માટેનું મોટું પરિબળ ઉધરસ કે છીંક દરમિયાન નીકળતા સુક્ષ્મ કણો હોય છે. આ અંગે ઈસરોના પદ્મનાભ પ્રસન્ન સિમ્હા તેમજ કર્ણાટક સ્થિત જયદેવ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોવાસ્કુલર સાયન્સ એન્ડ રિસર્ચના પ્રસન્ન સિમ્હા મોહન રાવે આ અંગે રિસર્ચ કર્યુ છે.
આ પણ વાંચો : અમેરિકાએ પોતાના નાગરિકોને ભારતની યાત્રા ન કરવા કર્યું સૂચન, કારણ છે ચોંકાવનારું
આ રિસર્ચને જર્નલ ફિઝિક્સ ઓફ ફ્લૂઈડ્સમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, N-95 માસ્ક કોરોના સંક્રમણ ઘટાડા ખુબ અસરકારક છે. આ માસ્ક ઉધરસ કે છીંક મારફતે સૂક્ષ્મ કણોનો પ્રસાર 0.1 અને 0.25 મીટર વચ્ચે મર્યાદીત કરી છે. જયારે, સર્જિકલ માસ્ક તેને 0.5 થી 1.5 મીટરના અંતરને મર્યાદિત કરે છે. તેની સાથે પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું ખુબ જરૂરી છે.
