સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયાના દુરુપયોગને રોકવા ગાઇડલાઇન્સ બનાવવા માટે કેન્દ્ર સરકારને 3 અઠવાડિયાની અંદર સોગંદનામુ માંગ્યું છે આ સોગંદનામામાં ગાઇડલાઇન બનાવવા માટે નક્કી સમયરેખાની જાણકારી આપવામાં જણાવ્યું છે.
કોર્ટે 24 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે ” અમને હવે એ કેહવું પોસાતું નથી કે અમારી પાસે ઓનલાઇન ક્રાઇમની શરૂઆત કરનાર સુધી પહોંચવાની ટેક્નોલોજી નથી. જો ક્રાઇમ કરવાની ટેક્નોલોજી છે તો એને રોકવાની ટેક્નોલોજી પણ હશે જ “
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ટેક્નોલોજીએ એક ખાતરનાક રૂપ ધારણ કરી લીધું છે. જસ્ટિસ દિપક ગુપ્તા અને અનિરુદ્ધ બોઝની બેંચમાં જણાવ્યું હતું, કે ઉચ્ચ અદાલત કે હાઇકોર્ટ પણ આ વૈજ્ઞાનિકોની બાબતમાં નિર્ણય લેવામાં સક્ષમ નથી.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે એ સરકારની જવાબદારી છે કે તેઓ આ સમસ્યાને નિકાલ લાવવા યોગ્ય ગાઇડલાઇન રજુ કરે. આ પેહેલા પણ સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્રોફાઈલ સાથે આધારને લિંક કરવાના મુદ્દા પર જવાબ માંગ્યો હતો.