કોરોનાની મહામારીએ વિશ્વભરના ગ્નાહકોને ખરીદીમાં સજાગ બનાવવા ઉપરાંત કેશલેસ કરવા તરફ વાળી દીધા છે, ભારતના ગ્રાહકો પણ તેમાં પાછળ નથી. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કે(standard Chartered bank) વિશ્વના મોટા દેશોમાં હાથ ધરેલા એક સરવેમાં સામેલ 66 ટકા લોકોએ જણાવ્યું હતું કે કોરોના બાદથી તેઓ ઓનલાઈન શોપિંગ માટે વધુ પોઝિટિવ બની રહ્યા છે. 12 જેટલા દેશોમાં હાથ ધરાયેલા આ સરવેમાં ઓનલાઈન શોપિંગ માટે સૌથી વધુ પોઝિટિવ ભારતીયો જોવા મળ્યા છે.
12000 જેટલા લોકોએ લીધો ભાગ

સરવેમાં ભાગ લેનારા ભારતીયોમાંથી ૭૮ ટકાએ જણાવ્યું હતું કે તેઓ કોરોના પહેલાના કાળ કરતા હવે ઓનલાઈન શોપિંગ માટે વધુ પોઝિટિવ છે. ભારત સહિત વિશ્વભરના ગ્રાહકો તેમના ખર્ચ સંદર્ભમાં વધુ સાવચેતી ધરાવતા થયા છે અને પોતાના નાણાં પર ડિજિટલી ધ્યાન રાખવા નવા માર્ગો ઈચ્છી રહ્યા છે. સરવેમાં વિશ્વભરમાંથી 12000 જેટલા લોકોએ ભાગ લીધો હતો.
આ પણ વાંચો : બે મેચ હાર્યા પછી ચેન્નાઇને આવી સુરેશ રૈના અને અંબાતી રાયડુની યાદ
ભારતીયોમાં વધ્યું ઓનલાઇન શોપિંગ

ભારતમાં ઓનલાઈન શોપિંગની પ્રાયોરિટીમાં વધારો થયો છે. મહામારી પહેલા 54 ટકા ગ્રાહકો જે વ્યક્તિગત રીતે જવા કરતા ઓનલાઈન શોપિંગને પસંદ કરતા હતા તે આંક હવે વધીને 69 ટકા પર પહોંચવા વકી છે. કારણ કે 69 ટકા લોકોએ પોતાની ભાવિ ખરીદી ઓનલાઈન કરવાનું પસંદ કરશે એમ જણાવ્યું હોવાનું બેન્કના એક રિપોર્ટમાં જણાવાયું હતું. ભારતમાં સર્વેમાં ભાગ લેનારામાંથી 87 ટકા લોકોએ દેશમાં સંપૂર્ણ કેશલેસ પદ્ધતિ આવે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. વૈશ્વિક સ્તરે આ આંક ૬૪ ટકા જોવાયો હતો.
આ પણ વાંચો : બે મેચ હાર્યા પછી ચેન્નાઇને આવી સુરેશ રૈના અને અંબાતી રાયડુની યાદ
