એક નવી ટ્રેન આવી છે માર્કેટમાં નામ છે તેજસ એક્સપ્રેસ. જે લખનૌ થી દિલ્હીની વચ્ચે ચાલશે. એમતો ઇન્ડિયન રેલવે આ પ્રકારની ટ્રેનો પહેલા થી ચલાવી રહી છે પરંતુ નવું એ છે કે આ ભારતની પહેલી કોર્પોરેટ ટ્રેન છે મતલબ દેશમાં બધી ટ્રેનો ઇન્ડિયન રેલવે ઓપરેટ કરે છે. પરંતુ તેજસ પહેલી એવી ટ્રેન જેનું ઓપેરેશન અને ટિકિટિંગ કંટ્રોલ કોર્પોરેટ (IRCTC) પાસે હશે. ત્યાં જ IRCTCના માધ્યમથી તમે ઓનલાઇન ટિકિટ બુક કરી શકો છો.
તેજસને એક પ્રયોગની જેમ જોવાઈ રહી છે કે ભારતીય રેલવે પ્રાઇવેટ ઓપરેટર્સ દ્વારા પણ ચાલી શકે છે કે નહિ ? રેલવે બોર્ડએ ઝોનલ સેન્ટર્સમાં એ માર્ગો વિષે જાણકારી મેળવવા માટે કહું છે જેના પર પ્રાઇવેટ ઓપેરેટરો ટ્રેન ચલાવી શકે છે
આજે આધુનિક સુવિધાઓથી ચુસ્ત દિલ્હી-લાખનૌ ‘તેજસ એક્સપ્રેસ’નું ઉદ્ધઘાટન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવ્યુ
શું સુવિધાઓ હશે
1. ટ્રેન ચાલશે દિલ્હી અને લખનૌ વચ્ચે। સવારે 6:30 વાગ્યે લખનૌ થી નીકળી 12:25એ દિલ્હી પહોંચસે. વચ્ચે કાનપુર અને ગાઝિયાબાદ પર સ્ટોપ લેશે. સાંજે 4:30 વાગ્યે નવી દિલ્હી થી ચાલશે અને 10:45 પર લખનૌ પોહોંચશે. ટ્રેનનો નંબર 82501/82502. અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. મંગળવારે તેજસ છુટ્ટી પર રહશે.
2. સૌથી સારી વાત એ છે કે જો તમારી ટ્રેન લેટ હશે તો વળતર મળશે. જો ટ્રેન 1 કલાક લેટ હશે તો 100 રૂપિયા, 2 કલાક અથવા તેનાથી વધારે લેટ હશે તો 250 રૂપિયા. આપણા દેશમાં પહેલી વાર આવું થઇ હ્યુ છે.
3. તેજસમાં યાત્રા કરનાર બધા મુસાફરોને ઇન્સ્યોરન્સ ફ્રી મળશે. એ પણ 25 લાખ
4. તેજસના મુસાફરો માટે પીક-અપ અને ડ્રોપ કરવાની પણ સુવિધા મળશે. મતલબ પેસેંજર્સના ઘર સામેથી સામાન ઉઠાવી લેવાશે અને તમારી સીટ નીચે મૂકી દેવામાં આવશે. મુસાફરી પુરી થયા પછી તમને તમારા ઘર સુધી મૂકી દેવામાં આવશે. પરંતુ આ ફ્રી નથી. એના પૈસા આપવા પડશે.
5. લખનૌ-દિલ્હી તેજસ એક્સપ્રેસની ટિકિટ માત્ર IRCTCની વેબસાઈટ અથવા IRCTCના રેલવે કનેક્ટ એપ થી જ બુક થશે. આ ટિકિટ તમને રેલવે કાઉન્ટર પર નહિ મળે.
6. લખનૌ-દિલ્હી તેજસ એક્સપ્રેસમાં કોઈ તાત્કાલિક અથવા પ્રીમિયમ તાત્કાલિક કોટા નહિ હોય. આ ટિકિટ 60 દિવસ એડવાન્સમાં બુક કરાય છે. જો તમે ચાહો તો એકસાથે સાથે આખી બોગી પણ બુક કરી શકો છો. એકી સાથે 78 ટિકિટ
7. જો તમે ટ્રેનની ટિકિટ કેન્સલ કરો છો તો તમારા પૈસા કપાશે। તેજસમાં પણ કાપાશે. પરંતુ ઇન્ડિયન રેલવે જેટલા કાપે છે એનાથી ઓછા જ હશે.
8. પરંતુ પેસેન્જરની ખાતેરદારી એકદમ હવાઈ જહાજ જેવી જ હશે. જમવામાં સ્નેક્સ મળશે. સારી ક્વોલિટીનું ખાવાનું અને પીવાનું મળશે. ચા-કોફીની મશીન હશે. સવારમાં વેલકમ ચા અને સાથે નાસ્તો સાંજે ટ્રેનમાં ચા અને ડિનરની સુવિધા પણ છે. જેના પૈસા અલગથી નહિ આપવા પડે સાથે જ બધી સીટો પર એલસીડી સ્ક્રીનો હશે. ઓન બોર્ડ વાઇ-ફાઇ સર્વિસ, મોબાઈલ ચાર્જિંગ, રાઇડિંગ લાઈટ્સની સુવિધાઓ હશે. સાથે જ બધા કોચમાં એક મીની પેંટ્રી કાર પણ હશે .
9. એમાં બે પ્રકારના કોચ હશે. એક્સકલુઝિવ એસી ચેયર કાર અને એસી ચેયર કાર. જેમાં 9 ડબ્બા હશે. અને એક્સકલુઝિવ ચેયરમાં 1 કોચ, એક્સકલુઝિવ ક્લાસ કોચમાં 56 સીટ હશે જયારે આવી ચેયર કાર 78 કોચમાં હશે. બોગિયો વચ્ચેના દરવાજા પર સેન્સર લાગ્યા છે જેમ કોઈ નજીવું આવશે એ જાતે ખુલી જશે
10. બધી સીટ પર એક બટન લગાવેલ છે. જેને દબાવીને અટેન્ડન્ટને બોલાવશે.
11. તેજસના દરવાજા ઑટોમેટિક છે. માત્ર રેલવે સ્ટેશન પર જ ખુલશે જેનું કંટ્રોલ ટ્રેનના ડરાઇવાર્ણ હાથમાં હશે.
તેજસના ભાડામાં કોઈ પ્રકારની છૂટ, વિશેષાધિકાર અને ડ્યુટી પાસ નથી આપવામાં આવ્યો। લખનૌ-દિલ્હી એસી ચેયર ની ટિકિટ માં શરૂઆતી ભાડું 1125 રૂપિયા છે. જેમાં 800 રૂપિયા બેસ ફેયર, 185 રૂપિયા કેટરિંગ અને 45 રૂપિયા જીએસટી સમાયેલ છે. જયારે એક્સકલુઝિવ ચેયર કારનું શરૂઆતી ભાડું 2310 રૂપિયા છે જેમાં 1966 બેસ ફેયર, 99 રૂપિયા જીએસટી અને 245 રૂપિયા કેટરિનના સમાયેલા છે.