નવરાત્રીમાં માતાજીની આરાધના માટે શ્રી ફળ વધેરવાનું ખુબ મહત્વ છે. દેશના મોટા ભાગના મંદિરોમાં છોલેલા શ્રીફળ ચઢાવવામાં આવે છે મંદિરોમાં શ્રીફળ વધેરવા માટે મશીન કે લોખંડની વસ્તુનો ઉપયોગ થાય છે પરંતુ સુરતના 400 વર્ષ કરતા વધુ પૌરાણિક મંદિરમાં આખા શ્રીફળ વધેરવા માટે બાવળના લાકડામાંથી બનાવેલ ગદા જેવું સાધન જેને મોગરી કહેવાય છે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
શા માટે શ્રીફળ ચઢાવવાની પ્રથા
શ્રી ફળ વધેરવાની આ પ્રથાનો અમલ ચોથી પેઢી પણ કરી છે. વર્ષો પહેલા લોકો પોતાની માનતા પુરી થાય એટલે મરઘાં કે અન્ય પશુની બલીની બાધા લેતા હતા અને તેની બલી ચઢાવતા હતા. જીવદયાના કારણે પશુ-પક્ષીની બલી ચઢવવાને બદલે શ્રીફળ ચઢાવવાની પ્રથા શરું કરી હતી.
નવરાત્રીમાં શ્રીફળ વધેરવાની સંખ્યા સૌથી વધુ થઇ જાય છે રોજ હજારોની સંખ્યામાં લોકો શ્રીફળ લાવે છે. આ શ્રીફળ વધેરી ભક્તોને પ્રસાદ રૂપે વેચી દેવામાં આવે છે. શ્રીફળ વધેરવા માટે બાવળના લાકડાની મોગરી બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ કરનારા ટ્રેઇનડ લોકોને પણ રાખવામાં આવે છે

નવરાત્રીમાં શ્રીફળ વધેરવાનું ખાસ મહત્વ
નવરાત્રીમાં લોકો મંદિરે શ્રી ફળ વધેરવા જાય છે, સુરતના કોટ વિસ્તારમાં આવેલા અંબાજી મંદિરમાં 365 દિવસ ભક્તો દ્વારા શ્રી ફળ ચઢાવવામાં આવે છે પરંતુ નવરાત્રીમાં આ મંદિરમાં શ્રીફળ વધેરવા કે રમતા મુકવાની બધા પુરી કરનારાઓની સંખ્યામાં ઘણો વધારો થાય છે. બીજી તરફ શ્રીફળ વેચનારાઓને રોજીરોટી પણ મળી જાય છે નવરાત્રીમાં ભક્તોનો ઘસારો વધુ થતો હોવાથી આ દિવસ દરમિયાન શ્રીફળ વધેરનારાઓને ખાસ બોલાવવામાં આવે છે
અંબાજી મંદિરે આખા શ્રી ફળ વધેરવા માટે લાકડાની મોગરીનો ઉપયોગ થતો હોવાની વાત દક્ષિણ ભારતના શ્રીફળના વેપારીઓ મંદિરે આવીને માતાજીના દર્શન કરી મોગરીના એક ઘા થી શ્રીફળના બે કટકા થતા જોઈ આશ્ચર્ય પામી ગયા હતા.