ભારતમાં ગરીબીનું પ્રમાણ વધતું જાય છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2019 ના અનુસાર 117 દેશોમાં ભારત 102 સ્થાને હતું. આ વર્ષે 94 મું સ્થાન છે. ગરીબીની સમસ્યાથી ભારત ઘણા વર્ષોથી સામનો કરી રહ્યો છે છતાં ભારતમાં ગરીબીનું પ્રમાણ વધતું નજરે ચડે છે.
વર્લ્ડ હંગર ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન
ભારતમાં ગરીબીનું પ્રમાણ એટલું વધારે છે કે ભારત જે ક્રમાંકે છે. એનાથી નીચે માત્ર 13 જ દેશ છે. વર્લ્ડ હંગર ઈન્ડેક્સના નવા રિપોર્ટ અનુસાર નેપાળ (73), પાકિસ્તાન (88), બાંગ્લાદેશ (75), ઇન્ડોનેશિયા (70) માં અને ભારત (94) માં ક્રમે છે. અહેવાલ અનુસાર ભારતની 14% વસ્તી કુપોષણથી પીડાય છે. આ યાદીમાં ભારતની નીચે વાન્ડા, નાઈજિરીયા, અફઘાનિસ્તાન, લિબિયા, મોઝામ્બિક અને ચાડ જેવા દેશો છે
ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2019 ના અહેવાલ અનુસાર ભારત (94) ચીન 25મા ક્રમે, પાકિસ્તાન 94માં, બાંગ્લાદેશ 88માં, નેપાળ 73મા, મ્યાનમાર 69મા અને શ્રીલંકા 66માં સ્થાને હતું.