હૈદરાબાદમાં મહિલા વેટનરી ડૉક્ટરથી ગેંગરેપ બાદ હત્યા અને શબને સળગાવી દેવાના મામલામાં એક નવો ખુલાસો થયો છે પોલીસ કસ્ટડીમાં આરોપીઓએ મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે.

કેસના મુખ્ય આરોપી મોહમ્મદ પાશાએ જણાવ્યું કે, ગેંગરેપ બાદ મહિલા ભાગી ન જાય તે માટે તે લોકોએ તેના હાથ-પગ બાંધી દીધા હતા. તે ચારયે દુષ્કર્મ બાદ પણ પીડિતાને બળજબરીથી દારૂ પીવડાવ્યો. જ્યારે તે બેભાન થઈ ગઈ, ત્યારે તેને ટ્રેકમાં નાખીને પુલની નીચે લઈ ગયા. ત્યારબાદ પુલની નીચે જ પેટ્રોલથી પીડિતાને સળગાવી દીધી તેણે કહ્યું કે તેમને લાગ્યું હતું કે મહિલા મરી ગઈ છે. પરંતુ જ્યારે તેને આગ લગાવવામાં આવી ત્યારે તે બૂમો પાડવા લાગી. તે લોકો ઘણી વાર સુધી મહિલાને સળગતી જોતા રહ્યા. તેમને લાગ્યું કે પોલીસની પકડમાં આવી જશે, તેથી પીડિતાને મારી નાખી.

29 ડિસેમ્બરની રાત વેટરનરી ડોક્ટરની સળગેલી લાસ મળી આવી હતી. મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ કરી તેને જીવતી સળગાવી દેવામાં આવી છે પોલીસે બીજા જ દિવસે આરોપીઓની ધરપકડ કરી હતી. મહિલાની સ્કૂટી માં પંચર કરી મહિલાને ફસાવી ઘટના ને આ આરોપીઓએ અંજામ આપી હતી.
