Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Saturday, March 18, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

દ.ગુજરાતમાં પીએમ મિત્રા પાર્ક સ્થાપવા માટે કેન્દ્રીય ટેક્ષ્ટાઇલ મંત્રાલયની નિરીક્ષણ ટીમે સ્થળ તપાસ કરી યોગ્યતા ચકાસી

11/05/2022
in Big Deal, Latest News, Surat
PM Mitra Textile park SGCCI

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

સુરત. જીઆઇડીસીએ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને સાથે રાખીને કેન્દ્રીય ટેક્ષ્ટાઇલ મંત્રાલયની નિરીક્ષણ ટીમ સાથે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારની પીએમ મિત્રા પાર્ક યોજના હેઠળ જે અરજી કરવામાં આવેલી છે તેની યોગ્યતા તપાસવા માટે મંગળવારે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મિટીંગમાં ભારત સરકાર ટેક્ષ્ટાઇલ મંત્રાલયમાંથી જોઇન્ટ સેક્રેટરી પ્રાજકતા વર્મા (આઇ.એ.એસ.), ડેપ્યુટી સેક્રેટરી રવિ શંકર શુકલ, ડિરેકટર સૌરભ કુલકર્ણી, જીઆઇડીસીના જોઇન્ટ એમ.ડી. બી. જી. પ્રજાપતિ તથા ચીફ એન્જીનિયર બી.સી. વારલી, જીઆઇડીસીના અધિકારીઓ, જીપીસીબીના અધિકારીઓ, નવસારીના કલેકટર અમિત પ્રકાશ યાદવ તથા ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો સાથે ઉપસ્થિત રહયા હતા. આ મિટીંગમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતી, પ્રેસિડેન્ટ ઇલેકટ હિમાંશુ બોડાવાલા, વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયા અને માનદ્‌ મંત્રી દીપક કુમાર શેઠવાલા પણ ઉપસ્થિત રહયા હતા.

PM Mitra Textile park SGCCI

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ હાજર તમામ અધિકારીઓને દક્ષિણ ગુજરાતમાં પીએમ મિત્રા પાર્ક સ્થાપવાની યોગ્યતા વિશે પ્રેઝન્ટેશન કરી સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઝડપી રોકાણ માટે કેન્દ્ર સરકારની ટીટીડીએસ સ્કીમની મંજૂરી મળવી જોઇએ તથા ટેક્ષ્ટાઇલ ક્ષેત્ર માટે રિન્યુએબલ એનર્જીની ખાસ પોલિસી તાત્કાલિક ધોરણે આપવી જોઇએ. જીઆઇડીસીના જોઇન્ટ એમ.ડી. તથા તેમના ચીફ એન્જીનિયર દ્વારા પણ વિવિધ આંકડાકીય માહિતી કેન્દ્રની નિરીક્ષણ ટીમને આપી હતી. સાથે જ નવસારીમાં આવેલ વાંસી–બોરસી ખાતે જો પીએમ મિત્રા પાર્ક સ્થાપવામાં આવે તો તેની યોગ્યતા વિશે સમગ્ર ટીમને માહિતગાર કર્યા હતા.

ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના દરેક સેકટરના આગેવાનો, ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધીઓ હાજર રહયા હતા. તમામે એક સૂરમાં જણાવ્યું હતું કે, સુરતમાં જમીન મોંઘી થઇ ગઇ હોવાથી તમામ ઉદ્યોગકારો એક આવા ઇન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઇલ પાર્કની રાહ જોઇ રહયા હતા. ઉદ્યોગકારોએ જોઇન્ટ ટેક્ષ્ટાઇલ સેક્રેટરી પ્રાજકતા વર્માને જણાવ્યું હતું કે, ઉદ્યોગકારોને જમીન સસ્તી મળે એ જરૂરી છે. કારણ કે એનાથી જ ઉત્પાદન ખર્ચ નીચે લાવી શકાશે. તથા વધુમાં વધુ લોકો આ ઉદ્યોગમાં ઝંપલાવી શકશે. સુરતમાં નવા ટેક્ષ્ટાઇલ ઉદ્યોગો સ્થાપવા માટે તથા એકસપાન્શન કરવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં ડિમાન્ડ છે. આથી જો સુરતને બીજા વધારાના બે પીએમ મિત્રા પાર્ક આપવામાં આવશે તો પણ એ સંપૂર્ણપણે ખૂબ જ ટુંકા સમયમાં ભરાઇ જશે.

ઉદ્યોગકારો પોતાના માટે કોમન કેપ્ટીવ પાવર પ્લાન્ટ નાંખી શકે તથા કોમન બોઇલર સાથે સીઇટીપી, એસટીપી અને કામદારો માટે રહેવાની સગવડ એક જ જગ્યા ઉપર મળે તો જે પીએમ મિત્રા પાર્કની ખાસિયત છે. આથી પીએમ મિત્રા પાર્ક જો નવસારીના વાંસી–બોરસી ખાતે આપવામાં આવશે તો બેથી ત્રણ વર્ષમાં આખો પાર્ક સંપૂર્ણપણે ભરાઇ જશે. સાથે જ આસપાસની ખારપાટ જમીનનો ઉપયોગ વીન્ડ અને સોલાર એનર્જી માટે થઇ શકે છે. આથી વાંસી–બોરસીમાં જીઆઇડીસી દ્વારા અરજી કરેલ પીએમ મિત્રા પાર્કને તાત્કાલિક ધોરણે મંજૂરી આપી એક જ વર્ષમાં કન્સ્ટ્રકશન વર્ક પણ પૂર્ણ કરવા માટે અધિકારીઓને વિનંતી કરી હતી.

ચેમ્બરની પીએમ મિત્રા પાર્ક કમિટીના ચેરમેન બી.એસ. અગ્રવાલ, ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધી, એસઆરટીઇપીસીના ચેરમેન ધીરુભાઇ શાહ, ફોગવાના ચેરમેન અશોક જીરાવાલા, ફોસ્ટાના ચેરમેન મનોજ અગ્રવાલ, સૌરાષ્ટ્ર ટેક્ષ્ટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના દીપક શેટા, સાઉથ ગુજરાત વોર્પ નીટર્સ એસોસીએશનના પ્રતિનિધીઓ, સુરત ટેકસમેકના પ્રમુખ મહેન્દ્ર કુકડીયા અને અશોક અડવાણી, સાઉથ ગુજરાત ટેકચ્યુરાઇઝર્સ એસોસીએશનના સેક્રેટરી સુરેશ પટેલ, સુરત એમ્બ્રોઇડરી એસોસીએશનના પ્રતિનિધી, લક્ષ્મીપતિ ગૃપના સંજય સરાવગી, મધુસુદન ગૃપના દીપક મુંદડા, ડેનીમ કાપડના ઉત્પાદકો, લુથરા ગૃપના ડિરેકટર, રંગનાથ શારદા, મેહુલ વિટ્ટલાણી, પ્રોસેસિંગ સેકટરના રવિન્દ્ર આર્યા, કોમન બોઇલરના પ્રોજેકટના પ્રતિનિધી વિશાલ બુધિયા અને એન્વાયરમેન્ટ એક્ષ્પર્ટ કુન્હાલ શાહ સહિત ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના વિવિધ સેકટરના તમામ આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

મિટીંગનું સમગ્ર સંચાલન ચેમ્બરના માનદ્‌ મંત્રી દીપક કુમાર શેઠવાલાએ કર્યું હતું. અંતે ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ હિમાંશુ બોડાવાલાએ સર્વેનો આભાર માની મિટીંગનું સમાપન કર્યું હતું.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો

Tags: Business AayogBusiness NewsNews aayogNews Aayog SuratPM Mitra ParkSGCCISGCCI NewsSuratsurat mega textile parkSurat News AayogSurat Textile BusinessTextile Parkઆજના તાજા સમાચાર ગુજરાતીઆજના મુખ્ય સમાચારઆજના સમાચારપીએમ મિત્રા પાર્ક
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.