વડોદરા શહેરના નવલખી મેદાનમાં આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. 13 જાન્યુઆરી સુધી ચાલનારા આ પતંગ મહોત્સવમાં જેમાં દેશ-વિદેશના 169 જેટલા પતંગબાજોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે પતંગ મહોત્સવને નિહાળવા માટે મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ ઉમટી પડ્યા હતા. આ પતંગ ઉત્સવમાં વડોદરાનાં એક પતંગ રસિકે બનાવેલું પતંગ ચગાવવાનું મશીન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દેવાંગભાઈ દેસાઈએ પતંગ ચગાવવાનું મશીન બનાવ્યું છે. આ મશીન તમને પતંગ ચગાવી પણ આપશે અને પતંગ ઉડાવવામાં પણ મદદ કરશે.

વડોદરાના દેવાંગભાઈ દેસાઈ પોતે વ્યવસાયે મિકેનીકલ એન્જિનિયર છે. લોકોને પતંગ ચગાવતા નથી આવડતું તેવા લોકો માટે તો આ પતંગ ચગાવવાનુ મશીન નો ઉપયોગ કરી પતંગ ચગાવી શકશે। પતંગ ચગાવતી વખતે પવન ન હોય ત્યારે આ મશીન ખુબ ઉપયોગી નીવડશે. સામાન્ય રીતે પતંગ ચગાવવા માટે જે મહેનત કરવી પડે છે. તે આ મશીનથી કરવી પડતી નથી.

આ મશીન રીમોટથી ઓપરેટ થાય છે. ઉત્તરાયણમાં સામાન્ય પતંગ પણ આ મશીન દ્વારા ચઢાવી શકાય છે. એટલુ જ નહિ પતંગ ચગ્યા બાદ જો પેચ લડાવવામાં પતંગ કપાઈ જાય તો દોરી લપેટવામાં પણ મશીનનો ઉપયોગ કરી શકાય છે. અને જો તમારી પતંગ આકાશમાં ડોલા ખાતી હોય તેને પણ આ મશીન સાંચવી લેશે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.