વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષ 8 માર્ચ એટલે આંતરાષ્ટ્રીય મહિલા દિવસ પર ખાસ એલાન કર્યું છે. કહ્યું છે કે તેઓ એ દિવસ એમના સોશિયલ મીડિયા એકાઉન્ટને મહિલાઓ ટેકઓવર કરશે। એટલે આ બધા એકાઉન્ટ પર પોસ્ટ કરવા માટે દેશભરની મહિલાઓની પસંદગી કરવામાં આવશે.
પરંતુ પીએમ મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે, ત્યારથી તેમણે બધા મહિલા દિવસ પર શું કર્યું છે? જાણીએ…
વર્ષ 2019
વર્ષ 2019માં વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને નારી શક્તિને સલામ કરી હતી. ટ્વીટ સાથે જ તેમણે એક વિડીયો મુક્યો હતો, જેમાં તેમણે મહિલાના નામે એક સંદેશ જોડ્યો હતો અને કહ્યું હતું ‘અમને ગર્વ છે કે અમે એવા નિર્ણય લીધા, જેઓએ મહિલા સશક્તિકરણને આગળ વધાર્યું। અલગ-અલગ ક્ષેત્રોમાં મહિલાઓની ઉપલબ્ધીઓ પર બધા ભારતીઓને ગર્વ છે. #NewIndia4NariShakti.
વર્ષ 2018
વર્ષ 2018માં પીએમ મોદીએ 400 મહિલાઓને ચિઠ્ઠી મોકલાવી હતી. એ મહિલાઓએ પોલિટિક્સ, સ્પોર્ટ્સ,બૉલીવુડ જેવા ક્ષેત્રોમાં આગળ આવી હોય. એના અંજુ બોબી જોર્જ, પીટી ઉષા જેવી મહિલાઓ સામેલ છે. આશા અને આંગળવાળી વર્કર્સને પીએમ નો ફોન ગયુ હતો.
એ દિવસે પીએમ મોદીએ 40 મહિલાઓને ટ્વીટર પર ફોલો કરી હતી, જે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ હતી.
વર્ષ 2017
એ દિવસે પીએમ મોદીએ ગુજરાતના ગાંધીનગરમાં મહિલા સરપંચો વચ્ચે ભાષણ આપ્યું હતું। મહાત્મા મંદિરમાં થયેલ એક સંમેલનમાં સમગ્ર દેશમાંથી મહિલા સરપંચ આવી હતી. ભાષણમાં પીએમ મોદીએ મહિલા સંપંચોનો આભાર વ્યક્ત કર્યો હતો કે સ્વચ્છ ભારત અભિયાન એમના યોગદાનના કારણે સફળ થઇ શક્યું। આ સમગ્ર ઇવેન્ટનું નામ ‘સ્વચ્છ શક્તિ’ રાખવામાં આવ્યું હતું। એ દિવસે પીએમ મોદીએ ટ્વીટ કરી કરી મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી.
વર્ષ 2016
વર્ષ 2016માં પીએમ મોદીએ ટ્વીટ કરીને બધી મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી અને લખ્યું, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર બધી મહિલાઓને નમન અને આપડા સમાજમાં એમણે ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા માટે આભાર
વર્ષ 2015
વર્ષ 2015માં પીએમ મોદીએ સ્ત્રી શક્તિ અને નારી શક્તિ પુરસ્કાર જીતવા વાળી મહિલાઓને મળ્યા। બીજેપીની મહિલા મોર્ચા કાર્યકર્તાઓને પણ મળ્યા, ઘણી ભાષાઓમાં મહિલાઓને શુભેચ્છા પાઠવી.
પરંતુ આ બધી ટ્વીટ અને ભાષણોથી ઉપર લોકો પીએમ મોદી પાસે એ માંગ કરી રહ્યા હતા કે મહિલાઓને ગંદી ભાષાનો ઉપયોગ કરવા વાળા અને ટ્રોલ્સને એમણે અનફોલો કરી દેવું જોઈએ.
આ પણ વાંચો : કોરોના વાયરસને લઇ દેશમાં શું-શું છે તૈયારી ? સ્વાસ્થ્ય મંત્રીએ આપી માહિતી
