IPL-2019માં એક તરફ હજી કેટલીક ટીમ પ્લે ઓફમાં સ્થાન મેળવવા માટે લડી રહી છે. ત્યારે આજે પ્લે ઓફમાં સ્થાન નિશ્ચિત કરી ચૂકેલી ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો વચ્ચે મુકાબલો ખેલાશે. દિલ્હી હાલ પોઈન્ટ ટેબલમાં નંબર વન છે, જ્યારે ચેન્નાઈ બીજા સ્થાને છે. બંને ટીમોનું લક્ષ્ય ટોચનું સ્થાન રહેશે.
IPLના પ્લેઓફમાં ટોચની બે ટીમોને ફાઈનલમાં પ્રવેશવા માટે અન્ય ટીમો કરતાં વધુ તક મળતી હોય છે, આ કારણે બંને ટીમો ટોચના સ્થાન માટે મુકાબલો ખેલાશે.
આ પણ વાંચો : ‘હું ગુજરાત’ : ગુજરાત સ્થાપના દિવસ પર કેટલાંક રોચક તથ્યો
આજે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. હોમગ્રાઉન્ડ પર ચેન્નાઈનો રેકોર્ડ જબરજસ્ત રહ્યો છે અને તેઓ દિલ્હીની સામે જીતવા માટે ફેવરિટ મનાય છે. બીજી તરફ વરસાદ મેચમાં વિઘ્ન બની શકે તેવી પણ શક્યતા રહેલી છે.
બીજી તરફ ઘરઆંગણે સુપરપાવર ગણાતી ચેન્નાઈની ટીમ ધોની વિના સાવ વેરવિખેર જોવા મળી રહી છે. તેઓ છેલ્લી ચારમાંથી ત્રણ મેચ હારી ચૂક્યા છે અને હવે આજની મેચમાં રમવા માટે પણ ધોની અનિશ્ચિત મનાય છે.આવી સ્થિતિમાં રૈના કેવી રીતે ટીમને જીત તરફ અગ્રેસર કરશે તે જોવાનું રહેશે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.