ગઈકાલે રમાયેલી IPLની ફાઈનલ મેચમાં છેલ્લી બોલે ચેન્નાઈ સુપર કિંગ્સ મેચ હારી ગયું હતું. પંરતુ મેચ હાર્યા પછીની સેરેમનીમાં ધોનીએ જે વાત કરી છે તેણે સૌ કોઈના દિલને જીતી લીધા હતા. મેચ સાથે મુંબઈ ચોથી વખત IPL નું ચેમ્પિયન બન્યું છે.
ધોનીએ કહ્યું હતું કે, આજે અમારે વધારે સારું રમવું જોઈતું હતું. આ ઘણી ફની મેચ હતી. બંને ટીમો એકબીજાને ટ્રોફી પાસ કરી રહી હતી. બંને ટીમોએ ભૂલો કરી અને છેલ્લે જે ટીમે સૌથી ઓછી ભૂલ કરી તે મેચ જીતી ગઈ. અમે બંને ટીમ સંપૂર્ણ મેચ દરમિયાન ટ્રોફી પાસ ઓન જ કરી રહ્યા હતા.
કેપ્ટન કૂલે સાથે જ કહ્યું કે, હાર અને જીત તો જરૂરી છે. જેનાથી તમને નવી શીખ મળતી રહે છે. હાર સાથે જ તમને નવી વાત તૈયારી કરવાની પણ શીખ મળતી રહે છે. છેલ્લા 12 સીઝનમાં અમે મોટેભાગે ફાઇનલમાં ભાગ લીધો છે, જે પણ અમારા માટે જરૂરી છે. ધોનીને પુછ્યું કે, શું તે આવતા વર્ષે IPLમાં જોવા મળશે? આનો જવાબ આપતા ધોનીએ કહ્યું કે, હા, આવી આશા રાખું છું. ધોનીનાં આ જવાબે IPLમાં તેના ભવિષ્ય પર સસ્પેન્સ બનાવી રાખ્યો છે.
આ પણ વાંચો : કરોડો રૂપિયાની કમાણી કરનાર Avengers: End Gameના હિંદી વર્ઝન માટે ક્યાં સ્ટાર્સે આપ્યો છે અવાજ ?,ચોથો સ્ટાર છે રસપ્રદ
આ IPLની ફાઈનલ મેચ અંગેની સત્ય હકીકત હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સે મેચ દરમિયાન એક પછી એક ઘણી ભૂલો કરી. એવી ભૂલો કે જેને લીધે IPLની ટ્રોફી બીજી ટીમને પાસ કરી દીધી.
મુંબઇના રાહુલ ચહરની ટીમ ભલે જીતી ગઈ હોય પરંતુ જ્યારે તેણે વોટસનના આક નહીં પરંતુ બે કેચ છોડતા એવું લાગ્યું કે તેમણે IPLની ટ્રોફી ચેન્નાઈને પાસ કરી દીધી છે. તેવી જ રીતે ચેન્નાઈ સુપર કિંગ્સમાં પણ ઘણા ખેલાડીઓએ ભૂલ કરી હતી. પરંતુ છેલ્લી બોલે મુંબઈએ મેચ જીતી લીધી હતી. ફરી એક વખત હારીને પણ ધોની બાઝીગર બન્યો છે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.