ઇન્ડિયન પ્રીમિયર લીગનો 26 માર્ચથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. પ્રથમ મેચમાં ચેમ્પિયન ચેન્નાઇ સુપરકિંગ્સનો મુકાબલો ગત વખતની રનર્સઅપ કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે થશે. ટીમ પોતાની હારનો બદલો લેવાની સાથે નવી સીઝનનો પ્રારંભ દમદાર જીત સાથે કરવા ઉતરશે. કોલકાતા ટીમની કમાન નવા કેપ્ટન શ્રેયસ અય્યરના હાથમાં છે. જ્યારે ચેન્નાઇ સુપરકિંગ્સની કમાન રવિન્દ્ર જાડેજાના હાથમાં છે. આઇપીએલ શરૂ થવાના બે દિવસ પહેલા જ મહેન્દ્રસિંહ ધોનીએ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યુ હતુ.

KKR ની ટીમ શું હોય શકે ?
કોલકાતા માટે ગત સીઝનમાં વેંકટેશ અય્યરે ધમાકેદાર ઓપનિંગ કરી હતી અને ટીમને ફાઇનલ સુધી પહોચાડી હતી. વેંકટેશ અય્યર સાથે સેમ બિલિંગ્સ ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે.
કેપ્ટન શ્રેયસ અય્યર ત્રીજા નંબર પર બેટિંગમાં ઉતરી શકે છે. નીતિશ રાણા ચોથા નંબર પર બેટિંગ કરી શકે છે. શેલ્ડન જેક્સન પાંચમા નંબર પર બેટિંગ માટે ઉતરી શકે છે.
આંદ્રે રસેલ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં જોવા મળશે. આંદ્રે રસેલને વિસ્ફોટક બેટિંગ માટે ઓળખવામાં આવે છે. સુનીલ નારીન બોલિંગની સાથે સાથે બેટિંગ પણ સારી રીતે કરી શકે છે.
બોલિંગની વાત કરીએ તો ટીમ સાઉથી સાથે ઉમેશ યાદવનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ થઇ શકે છે. આ બન્ને સિવાય વરૂણ ચક્રવર્તી સ્પિન બોલિંગની કમાન સંભાળશે.