ઘણા લાંબા સમય બાદ આજે ભારતીયોની આતુરતાનો અંત આવ્યો છે. BCCIએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું શેડયૂલ જાહેર કર્યું છે. કોરોના મહામારીના કારણે આ વર્ષે દર્શકો વગર ટૂર્નામેન્ટ 19 સપ્ટેમ્બરે શરૂ થશે. IPLની પ્રથમ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે થશે. IPL2020ની ફાઇનલ મેચ 10 નવેમ્બરે રમાશે. ટૂર્નામેન્ટમાં 10 દિવસ એક દિવસમાં 2-2 મેચ રમાશે. તેમજ સાંજની મેચ અર્ધો કલાક પહેલાં 7:30 વાગ્યે શરૂ થશે અને બપોરની મેચ 3:30 વાગ્યે શરુ થશે.
- દરેક ટીમમાં માત્ર 24 ખેલાડીઓને જ લઈ જવાની મંજૂરી
- ટૂર્નામેન્ટમાં અમર્યાદિત કોરોના સબસ્ટિટ્યૂટને પણ મંજૂરી આપવામાં આવી છે.
- જો કોઈ ખેલાડી ટૂર્નામેન્ટમાં કોરોના પોઝિટિવ જણાશે તો તેની જગ્યાએ બીજો ખેલાડી રમશે
- તમામ 60 મેચ દુબઇ, અબુધાબી અને શારજાહમાં રમાશે
આ વર્ષની મેચના નવા નિયમો
- ટૂર્નામેન્ટ દર્શકો વગર બાયો સિક્યુર વાતાવરણમાં રમાશે
- દર પાંચમા દિવસે ખેલાડીઓ અને સ્ટાફનો કોરોના ટેસ્ટ થશે
- ટૂર્નામેન્ટમાં તમામ ફ્રેન્ચાઇઝ અનલિમિટેડ કોરોના સબસ્ટિટ્યૂટ કરાવી શકશે
- સાંજની મેચ 7.30 વાગ્યે અને બપોરની મેચ 3.30 વાગ્યે શરૂ થશે
- ફાઇનલ રવિવારને બદલે વીક-ડે પર રમાશે
- ટૂર્નામેન્ટમાં 10 દિવસ 2-2 મેચ હશે
- કૉમેન્ટેટર્સ ઘરેથી લાઈવ કોમેન્ટ્રી કરશે
હાલમાં IPLમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ શરૂઆતની મેચ રમી શકશે કે નહીં તે અંગે સસ્પેન્સ યથાવત રાખવામાં આવ્યો છે. આ લીગમાં ઓસ્ટ્રેલિયાના 17 અને ઇંગ્લેન્ડના 13 ખેલાડીઓ ભાગ લેવાના છે. બંને ટીમોના ખેલાડીઓ 16 અથવા 17એ લંડનથી દુબઇથી રવાના થશે. UAEમાં સૌપ્રથમ કોરોના ટેસ્ટ કરાવવો પડશે. તેમના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ 7 દિવસ આઇસોલેશનમાં રહીને બહાર નીકળી શકશે.
આ પણ વાંચો : આજથી સુરતીઓ કરી શકશે હવાઈ મુસાફરી, 30 ફ્લાઇટ્સ શરુ
