વડાપ્રધાન મોદીનું સિંગલ પ્લાસ્ટિક યુઝ ન કરવાના અભિયાનને લોકોનું પણ સારું સમર્થન મળી રહ્યું છે લોકો બધી જ જગ્યા એ પ્લાસ્ટિક યુઝ ન કરવા માટે સંદેશ આપી રહ્યા છે ત્યારે આણંદ ના આઇપીએસ અધિકારીના પત્નીએ પોતાના જન્મદિવસે આવો જ કઈ સંદેશ આપ્યો હતો તેમણે પોતાના જન્મદિવસની ઉજવણી તરીકે સિંગલ પ્લાસ્ટિક યુઝ ન કરવા માટે સંદેશો આપ્યો હતો અને કાપડથી બનાવેલી થેલીનું વિતરણ કર્યું હતું.

નિધિ ચૌહાણ, જિલ્લાના પોલીસ અધિક્ષક આઈપીએસ અધિકારી મકરંદ ચૌહાણના પત્ની છે, તેમના જન્મદિવસે તેમણે આણંદ જિલ્લા પોલીસ લાઇન કેમ્પસમાં રહેતા પોલીસ કર્મીઓના પરીવારની મહિલાઓ સાથે ઉજવ્યો હતો. નિધિ ચૌહાણ બાળકોના શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને વિદ્યાર્થીઓના આરોગ્ય વિષય માટે સામાજિક સેવા આપી રહ્યા છે.
તેમના જન્મદિવસ દરમિયાન, તેમણે જન્મદિવસની ઉજવણી કરવા પ્લાસ્ટિક, ફુગ્ગાઓ અને અન્ય પ્લાસ્ટિક સામગ્રીનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું, જે મોટે ભાગે લોકો જન્મદિવસ ઉજવણીમાં ઉપયોગમાં લેતા હોય છે. તેના જન્મદિવસના કાર્યક્રમમાં આશરે 300 મહિલાઓ ઉપસ્થિત રહી હતી, ત્યારે તેમણે પર્યાવરણમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા અને પ્લાસ્ટિકની ઉભી થતી અસરો વિશે પ્રવચન આપ્યું હતું.
નિધિ ચૌહાણ માતૃધાર યુવા સર્વજનિક ટ્રસ્ટ નામની એક એનજીઓ ચલાવે છે અને દરરોજ તે તેના નિવાસસ્થાન ખાતે કેમ્પસમાં ઝૂંપડપટ્ટી વિસ્તારના લગભગ 60 જેટલા વિદ્યાર્થીઓને ભણાવે છે અને આશ્ચર્યજનક રીતે તેણીએ ઝૂંપડપટ્ટીના બાળકોને અંગ્રેજી બોલતા કર્યા છે.