બુધવારે સવારે ઈરાને જનરલ કાસીમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે ઈરાકમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈરાને, ઈરાકના અનબરમાં આવેલા એન અલ-અસદ બેઝ અને ઈરબિલમાં એક ગ્રીન ઝોન (અમેરિકન સૈન્ય ઠેકાણા) પર 12થી વધારે બેલિસ્ટિક મિસાઈલ છોડયા છે. એક રિપોર્ટ અનુસાર, ત્યારપછી ઈરાકના આકાશમાં મિલેટ્રી જેટ્સની હલચલ જોવા મળી હતી.
