ભારતમાં કોરોનના અત્યાર સુધીમાં 1190 કેસ સામે આવ્યા છે ત્યારે 32 લોકોના મોત થાય છે. પરંતુ ભારત માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે એ લોકો જે એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવા મજબૂર બન્યા છે. જો કોરોના ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચી ગયો તો મુસીબત વધી જશે. WHOની ચીફ સાયન્ટિસ્ટ ડો. સૌમ્ય સ્વામીનાથનએ બિઝનેસ ટુડે સાથે વાત કરતા કહ્યું, કે ભારત સામે સૌથી મોટો પડકાર છે કે ત્યાં સોશિયલ ડિસ્ટન્સીંગ નથી થતી. એક જ ઘરમાં ઘણા લોકો રહે છે અને એક જ બાથરૂમનો ઉપયોગ કરે છે. એનાથી કોઈ બીમારીનો ખતરો વધી જાય છે.
સાફ સફાઈ સૌથી વધુ જરૂરી

તેમણે જણાવ્યું સૌથી વધુ જરૂરી છે સાફસફાઈ. એની સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ધ્યાન રાખવું. સર્વજિનિક સ્થળ પર થુંકવું નહિ જેથી ઘણી હદ સુધી વાયરસના સંક્રમણને રોકવામાં સફળતા મળશે. ડો.સૌમ્યએ જણાવ્યું કે ગામો સુધી બીમારી પહોંચે છે તો સરકારે તપાસની સંખ્યા વધારે પ્રમાણમાં વધારવી પડશે. કારણ કે વાયરસ ધર્મ, લિંગ, ઉમર, વિસ્તાર, રાષ્ટ્રીયતાની ઈજ્જત નથી કરતો. એનું એક જ કામ છે લોકોને મારવું.
વિશ્વના ઘણા દેશો વાયરસ સામે લાચાર છે

ડો.સૌમ્યએ કહ્યું કે વિશ્વના ઘણા દેશો વાયરસ સામે લાચાર છે. બધા દેશની એક અલગ સમસ્યા છે. કોઈ પણ દેશને ત્રણ પ્રકારના કામ કરવાના હોય છે. શોર્ટ ટર્મ, મીડીયમ ટર્મ, લોન્ગ ટર્મ તૈયરી માટે.
આ પણ વાંચો : શું દેશમાં લોકડાઉન આગળ વધી શકે છે, મોદી સરકારે કરી સ્પષ્ટતા…
લોકડાઉન હટાવ્યા પછી શું થશે ?

ડો.સૌમ્ય સ્વામિનાથને કહ્યું કે લોકડાઉં પછી પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું પડશે, સાર્વજનિક સ્થળો પર જમા થવું, કોઈ સમારોહ અથવા સભા વગેરે પર પ્રતિબંધ લગાવવો પડશે. દેશના ગ્રામ્ય વિસ્તારમાં જઈ મોટા સ્તરે તપાસ કરવી પડશે. જેથી એ ખબર પડે કે કોણ શહેરથી આવ્યો છે અને વાયરસથી સંક્રમિત છે કે નહિ. કેન્દ્ર સરકારે તત્કાલ ટેસ્ટિંગની ક્ષમતા ઝડપથી વધારવી પડશે.
આ પણ વાંચો : કોરોના વાયરસ : લોકડાઉનને લઇ બોર્ડ પરીક્ષા અંગે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય
