સુરતમાં વધતા કોરોનાના કહેર વચ્ચે સારા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં કોરોના વાયરસ(surat corona virus) કાબુમાં આવી રહ્યો હોવાના અણસાર દેખાઈ રહ્યા છે. જેને લઇ તંત્રે પણ હાશકારો લીધો છે. શહેર જિલ્લામાં ગઈકાલે 400થી વધુ લોકો સારા થઇ ઘરે ગયા. સાથે જ તંત્ર દ્વારા કરવામાં આવેલ તમામ પ્રયાસો સફળ નીવડી રહ્યા છે. સુરતમાં પોઝિટિવ સાથે જ મોતમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે.
સુરત શહેર કોરોના સ્થતિ
તારીખ કેસ મોત ડિસ્ચાર્જ
1 ઓગસ્ટ 214 08 141
2 ઓગસ્ટ 209 07 189
3 ઓગસ્ટ 198 06 151
4 ઓગસ્ટ 194 08 181
5 ઓગસ્ટ 187 06 263
6 ઓગસ્ટ 184 05 304
રિકવરી રેટ 73% થયો
સુરતમાં રિકવરી રેટ 73% થયો છે. છેલ્લા પંદર દિવસ પહેલા સુરતમાં રોજ 10થી 15 મોત થતા હતા, તે હવે 5થી 8 થાય છે. તંત્ર દ્વારા આપવામાં આવેલા આંકડા જોઈને તો એવું રહ્યું છે કે હવે સુરતમાં કોરોના કાબુમાં આવી રહ્યો છે. કોરોના કેસમાં દર્દીઓને શ્વસનતંત્રની બીમારીના કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. એક સમયે રોજના 1000 ARIના કેસો મળતા હતા, તે હવે 400 જેટલા દિવસના મળે છે. કોરોનામાં રેપીડ ટેસ્ટ વધ્યા બાદ કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા પણ ઘટી છે.
આ પણ વાંચો : સુરતમાં કોરોનાનો આંકડો 15 હજારને પાર, ત્યારે છેલ્લા 24 કલાકમાં 400થી વધુ લોકો સારા થઇ ઘરે ગયા
સુરતમાં કોરોનાની સ્થિતિ
સુરતમાં કોરોનાનો કહેર યથાવત છે. તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં કુલ 229 નવા કેસ સામે આવ્યા. તેની સાથે કુલ કોરોના આંકડો 15,131 પર પહોંચી ગયો છે. ત્યારે 9 લોકોના મોત થયા. કુલ અત્યાર સુધી જિલ્લા અને શહેરમાં 658 દર્દીઓના મોત થયા છે. ત્યારે રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 400થી વધુ દર્દીઓ ડિસ્ચાર્જ થયા. સુરત જિલ્લાની વાત કરીએ તો, જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 45 કેસ સામે આવ્યા. જિલ્લામાં બુધવારે એક પણ દર્દીનું મોત ન થયું હતું. ત્યારે ગઈકાલે 4 લોકોના મોત થયા. જિલ્લામાં કામરેજ તાલુકામાં ગઈકાલે માત્ર 5 કેસ સામે આવ્યા. ત્યારે 90 વર્ષની એક મહિલાનું કોરોનાના કારણે મોત થયું.
આ પણ વાંચો : સુરતમાં વિવિધ સમાજ દ્વારા કોરોના દર્દીઓ માટે ઉભા કરાય 20 આઇસોલેશન સેન્ટર, વિનામૂલ્ય અપાઈ રહી છે સારવાર
