તિહાડ જેલમાં બંધ નિર્ભય ગેંગરેપ ના ચારો આરોપીઓ ને ફાંસી પર લટકાવવા મામલે હજુ સુધી તિહાડ જેલ પ્રશાસન પાસે કોઈ અંતિમ લેટર આવ્યા નથી. પરંતુ એ પહેલા જેલ પ્રશાસને પોતાની તૈયારી શરુ કરી દીધી છે. એ મુજબ જો આ ચારોને ફાંસી આપવામાં આવે તો એમાંથી વધુ વજન વાળા કેદીને વજન મુજબ એક ડમી ને ફાંસી આપવામાં આવશે. ડમી માં 100 કિલો રેતી ભરી એક કલાક સુધી ફાંસી પર લટકાવવામાં આવ્યું.

એ પાછળનો ઉદ્દેશ એ જોવાનું હતું કે જો આરોપીઓને ફાંસી આપવામાં આવે તો શું ફાંસી આપનાર ગાળીયા એમના વજનથી તૂટી તો ન જાય. કારણ કે 9 ફેબ્રુઆરી, 2013ના રોજ જ્યારે સંસદ હુમલાના આરોપી આતંકવાદી અફઝલ ને ફાંસી પર લટકાવવામાં આવ્યા હતા. ત્યારે એ પહેલા એના વજનથી પહેલા ડમી ને ફાંસી આપી ટ્રાયલ કરવામાં આવી હતી. એ ટ્રાયલમાં દોરડું તૂટી ગયું હતું. એ જ કારણે જેલ પ્રશાસન ફાંસી આપતા સમયે કોઈ ચાન્સ લેવા નથી માંગતી.
બક્સરથી મંગાવવામાં આવ્યા દોરડા

તિહાડ જેલમાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ફાંસી આપવા માટે સારું દોરડું બક્સરથી મંગાવવામાં આવ્યું છે. અમારી પાસે પાંચ દોરડા હજુ પણ છે. પરંતુ બક્સર પ્રશાસન સાથે સંપર્ક કરી રહ્યા છે. ત્યાંથી ફાંસી આપવા વાળા સ્પેશિયલ 11 દોરડાંઓ મંગાવવાની વાત છે. એને જલ્દી મંગાવવામાં આવશે. કારણ કે આ ચારોને ફાંસી આપવામાં આવે તો તિહાડ જેલ પાસે જે પાંચ દોરડાંઓ છે. તે ઓછા પડી જશે. એમાંથી એક-બે દોરડાઓથી ટ્રાયલ પણ કરવામાં આવશે.
યુપીથી મંગાવવામાં આવી શકે છે જલ્લાદ
અધિકારીઓનું કહેવું છે કે એમતો ફાંસી આપવા માટે જલ્લાદની કોઈ જરૂરત નથી. પરંતુ જો જરૂરત પડી તો યુપી, મહારાષ્ટ્ર અથવા બંગાળ થી જલ્લાદ બોલાવવામાં આવી શકે છે. એના માટે તપાસ ચાલુ કરી દીધી છે. નિર્ભયાના ચાર આરોપીઓ માંથી એક ને મંડોલીની જેલ નંબર-14 માંથી તિહાડની જેલ નંબર-2માં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. આ જ જેલમાં નિર્ભયાના ચાર આરોપીઓ માંથી બે અક્ષય અને મુકેશ બંધ છે. જયારે વિનય શર્મા જેલ નંબર-4 માં કેદ છે.
જેલ નંબર 3માં જ છે ફાંસીનું તખ્ત

અધિકારીઓ નું કહેવું છે કે હાલ તિહાલ જેલમાં હર અને નિર્ભયાના આરોપીઓને ફાંસી પર લટકાવવાની વાત થતી રહેતી છે. એનાથી તેઓ પણ હવે બીવા લાગ્યા છે. જયારે પવનને મંડોલી થી તિહાદ માં શિફ્ટ કરવામાં આવ્યો છે. એક વાર તો એને લાગ્યું હતું કે આ એની છેલ્લી રાત છે. જેલ પ્રશાસન નું કહેવું છે કે રોહિણી, મંડોલી અને તિહાડની જેલ નંબર-3માં ફાંસીના તખ્તા છે.
આ પણ વાંચો : શું નિર્ભયાના આરોપીઓને પણ મળવા જઈ રહી છે ફાંસી ? જાણો ક્યારે મળી શકે છે ફાંસી
મળતી માહિતી મુજબ 16 ડિસેમ્બરે તમામ આરોપીઓને ફાંસી આપવામાં આવી શકે છે. જે સ્થળે ફાંસી આપવામાં આવશે, ત્યાં સાફ-સફાઈનું કામ પણ શરૂ થઈ ગયું છે. નોંધનીય છે કે હૈદરાબાદની મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને પછી બાળીને હત્યા કરવાનો મામલો સામે આવ્યા બાદ નિર્ભયાના દોષિતોને ફાંસી આપવાની માંગ વધુ ઉગ્ર બની છે
