કોરોના વાયરસને લઇ સમગ્ર દુનિયામાં ખોફ છે ત્યારે ભારતમાં પણ કોરોના સંક્રમણો આંકડો 500 પાર પહોંચી ગયો છે. દેશના 32 રાજ્યોમાં લોકડાઉન છે ત્યારે લોકો ટીવી અને સમાચારો દ્વારા પોતાનો દિવસ પસાર કરી રહ્યા છે. અને દેશની પરિસ્થિતિ જાણી રહ્યા છે. ત્યારે એવા સમયે ઘણી અફવાઓ આવી રહી છે કે કોરોના વાયરસ ન્યુઝ પેપર દ્વારા પણ ફેલાય છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે WHOઓ દ્વારા એ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે.
ન્યુઝ પેપરથી કોરોના વાયરસ ફેલાવવાની શક્યતા ઘણી ઓછી છે

WHOના જણાવ્યા મુજબ ન્યુઝ પેપર દ્વારા કોરોના વાયરસ ફેલાતો નથી, તેના દ્વારા ચેપ ફેલાવવાની શક્યતા ઘણી ઓછી છે. એનું કારણ આપતા જણવ્યું કે ન્યુઝ પેપર ઘણા તાપમાન અને પ્રક્રિયા માંથી પસાર થાય છે માટે એમાંથી આ ચેપ ફેલાવવાની શક્યતા ઘણી ઓછ છે.
આ પણ વાંચો : કોરોના વાયરસ : ઓનલાઇન ફૂડ મંગાવવું કેટલું સુરક્ષિત છે ?
ન્યુઝપેપરની સપાટી પર કોરોના વાઈરસનું ટકવું સરળ નથી

અમેરિકાની એક મેડિકલ સંસ્થાના જણાવ્યા મુજબ ન્યુઝ પેપરથી આ વાયરસ ફેલાય એની શક્યતા ના બરાબર છે. ન્યુઝ પેપરની સપાટી પર કોરોના વાઈરસનું ટકવું સરળ નથી. છતાં WHOએ લોકોને સલાહ આપી છે કે સાર્વજનિક સ્થળો પર પેપર ન વાંચો તેમજ ઘણા લોકો દ્વારા વંચાઈ હોય તેવી કોપી ન પકડો। જો એવું એવી રીતે પેપર વાંચ્યું છે તો હાથ જરૂર ધોવો
ઘરે આવતું ન્યુઝ પેપર બિલકુલ સુરક્ષિત
તમારા ઘરે આવતું ન્યુઝ પેપર બિલકુલ સુરક્ષિત છે. તેને સેનેટાઈઝ કરીને જ ડિલિવર કરાય છે. અને છાપવાની પ્રક્રિયામાં પણકર્મચારીઓ સાવધાની રાખી રહ્યા છે. અખબારને સેનેટાઈઝ કરીને જ ડિલિવર કરાય છે. હવે આધુનિક મશીનોથી જ અખબારો છપાય છે, જે સંપૂર્ણપણે ઓટોમેટિક છે.
આ પણ વાંચો : કોણ છે ગુજરાતની એ મહિલા જે ઈટાલીથી 263 ભારતયોને પાછી લાવી ?
