આ વિકેન્ડ પર ઇન્ડિયન આઈડલમાં (Indian Idol)માં કંઈક એવું થાવનું છે. જેને સાંભળીને તમે પણ ચોકી જશો. આ વિકેન્ડ ઉદિત નારાયણ ગેસ્ટ તરીકે આવી રહ્યા છે. ઉદિત જજ નેહા કક્કર ને ટીઝ કરતા દેખાઈ રહ્યા છે. ઉદિત નારાયણે જણાવ્યું કે તેઓ શોમાં આ વખતે એક ખાસ ઉદ્દેશથી આવ્યા છે. એમણે કહ્યું કે, ‘મેં નેહા કક્કરને પોતાની વહુ બનવવા ઇચ્છુ છું.’ જણાવી દઈએ કે ઉદિતનો દીકરો આદિત્ય નારાયણ શો નો હોસ્ટ છે અને નેહા કક્કર સાથે ફ્લર્ટ કરતા દેખાય છે. જેને ફેન્સ ઘણું પસંદ કરે છે. આ વચ્ચે ઉદિત નારાયણ આવીને નેહાને શોક આપી દે છે.
ઉદિત નારાયણ સાથે નેહા કક્કડના માતા-પિતા પણ સ્ટેજ પર આવી જાય છે. ઉદિત એમનું પણ જોરોથી સ્વાગત કરે છે. જેના પર નેહા કક્ક્ડ કહે છે કે ‘એક વાર મને તો પૂછી લો…’ જેના પર નેહાની મમ્મી કહે છે, ‘પૂછી લીધું મેં મારા મનને સબંધ નક્કી કરી દીધો.’ પછી આદિત્ય નારાયણ જણાવે છે લગ્ન વેલેન્ટાઈન્સ દે ના દિવસે એટલે ફેબ્રુઆરીએ થશે. ત્યાર પછી તેઓ ગીત ગે છે અને ડાન્સ કરવા લાગી જાય છે. આ અંગે સોની ટીવીએ પ્રોમો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. પરંતુ થોડા સમય પછી ડીલીટ કરી દીધો હતો.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.