સુરત(Surat)માં સતત કોરોના(Corona)ના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ગઈકાલે શુક્રવારે સાંજે મહાનગર પાલિકા(Municipal corporation) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ શહેર અને જિલ્લામાં એક દિવસમાં 269 કેસ નોંધાયા જયારે 14 મોત થઇ. અત્યાર સુધીમાં સુરતમાં કુલ 296 લોકોના મોત થયા છે. ત્યારે સુરતમાં ફરી કોરોનાના મૃત્યુઆંકને લઇ વિવાદના એંધાણ દેખાઈ રહ્યાં છે. ફરી સરકારી યાદી અને અંતિમ સંસ્કારની યાદીમાં અલગ અલગ આંકડા દેખાઈ રહ્યા છે.
સરેરાશ 50 મૃતદેહોના થાય છે અંતિમ સંસ્કાર
સુરતમાં છેલ્લા એક અઠવાડિયાથી 50 મૃતદેહનોના અંતિમ સંસ્કાર થઇ રહ્યા છે. ત્યારે સરકારી ચોપડે આ આંકડો માત્ર 14-15નો જ છે. મળતી માહિતી બુધવારે એક દિવસમાં 65 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા. અને શબવાહિનીમાં 1 થી વધુ મૃતદેહો નીકળે છે. ત્યારે અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર વેઇટિંગમાં છે.
અનેક સવાલો ઉભા
આજ રીતે સાબિત થાય છે કે સરકાર મૃત્યુના આંકડા ખોટા બતાવી રહી છે. પરંતુ શા માટે એ અંગે સવાલો ઉભા થઇ રહ્યાં છે. શું સરકારને ખબર નથી કે સ્મશાન ગૃહમાં દરરોજ કેટલા અંતિમ સંસ્કાર થાય છે.? કે પછી સરકાર સાચા મૃતદેહના આંકડા જાહેર કરવા નથી માંગતી.
આ પણ વાંચો : સુરતથી અમદાવાદ જનારા મુસાફરો થઇ જાવ સાવધાન, હાઇવે પર જ થાય છે કોરોના ટેસ્ટ
