કોરોનાને હરાવી દેશુ અને સબ સલામત જેવા નારા સામે મેડીકલ જર્નલ લાન્સેટની ચેતવણી: આઈસીએમઆર સહિતના વિજ્ઞાન સંગઠનો, નિષ્ણાંતો અને મીડીયા દબાણ હેઠળ છે: વૈજ્ઞાનિક પુરાવા, નિષ્ણાંતોની સલાહનો આદર કરો: કોવિડ કેસો- મૃત્યુદરના ડેટા સામે સવાલ કર્યા.

વિખ્યાત મેડીકલ જર્નલ ‘ધ લેન્સેટ’ એ જણાવ્યું છે કે સરકાર ભારતમાં કોવિડ 19ની સ્થિતિ બાબતે વધુ પડતો આશાવાદ ફેલાવાઈ રહી છે. સામયિકે લોકોને ખોટી આશા નહીં બંધાવવા દેશના નેતાઓને અનુરોધ કર્યો છે.
સંપાદકીયમાં જર્નલે ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચ (આઈસીએમઆર) વૈજ્ઞાનિક પુરાવાથી ભટકી ગઈ એ મામલે ચિંતા વ્યક્ત કરી દેશમાં સળગતી કોરોના વાયરસ કટોકટી વચ્ચે અવાસ્તવિક દાવાઓ કરવા સામે ચેતવણી આપી છે.

સેન્સટએ જણાવ્યું હતું કે કોવિડ 19 મહામારીની સ્થિતિ મામલે નકારાત્મક અહેવાલો ન આપવાથી વાસ્તવિકતા છુપાઈ જશે, પણ એ કારણે લોકો પણ આરોગ્ય કટોકટીને ગંભીરતાથી નહીં લે અને સરવાળે જાહેર આરોગ્ય પગલાને અવળી અસર પડશે.
જર્નલે જણાવ્યું હતું કે અવાસ્તવિક દેખાવો કર્યા રાખવાની અથવા પ્રામાણીકપણે નેગેટીવ ન્યુઝ આપવામાં નિષ્ફળતાથી લોકો અને હેલ્થકેર પ્રોફેશનલ્સમાં અનિશ્ચિતતા સર્જાશે અને લોકોને પ્રતિકારાત્મક પગલાં લેતાં નિરુત્સાહીત કરશે અથવા જાહેર આરોગ્યના સંદેશા ગંભીરતાથી લેવાનું રાખશે. નિષ્ણાંતો જે કહી રહ્યા છે તેના પર ધ્યાન આપવા દેશના નેતાઓને અનુરોધ કરતાં જર્નલે જણાવ્યું હતું કે ભારતમાં મેડીસીન, જાહેર આરોગ્ય રીસર્ચ અને મેન્યુફેકચરીંગમાં દેશને કોવિડ 19 મહામારીમાંથી બહાર કાઢવા ક્ષમતા છે.
આ સકારાત્મક ગુણોનો લાભ લેવા દેશના નેતાઓએ વૈજ્ઞાનિક પુરાવા, એકસપર્ટ કોમેન્ટ્રી અને શૈક્ષણિક સ્વાતંત્ર્યનો આદર કરવો જોઈએ અને ખોટો આશાવાદ આપવો ન જોઈએ. સંપાદકીયમાં વહેલું લોકડાઉન લાવવાના મોદી સરકારના નિર્ણયની પ્રશંસા કરાઈ છે, પણ સામાન્ય સૂર દેશમાં ડેટા કવોલિટી બાબતે સવાલો કરવા સાથે ટીકાત્મક છે.
ભારતમાં કોરોના વાયરસ કટોકટી વિષે નકારાત્મક અહેવાલો ન આવવા વડાપ્રધાન મોદીએ મીડીયાને જણાવ્યું એનો દાખલો આપી મેડીકલ જર્નલે કહ્યું છે કે નેશનલ લોકડાઉન જાહેર કરતા પહેલાં મોદીએ ભારતના સૌથી મોટા મીડીયા સંગઠનોના માલિકો અને તંગીઓને જણાવ્યું હતું કે સંશયવાદ, નકારાત્મકતા અને અફવા ફેલાતા રોકવા પણ જરૂરી છે.
લેન્સેટએ જણાવ્યું હતું કે કોરોના કટોકટી બાબતે આશાવાદ ઉભો કરવા વૈજ્ઞાનિક સંગઠનો પણ દબાણ અનુભવી રહ્યા છે. કોવિડની શરૂઆતથી મેલેરીયા વિરોધી દવા હાઈડ્રોકસીકલોરોકવીનના ઉપયોગના આગ્રહ સહીત આઈસીએમઆરની ભૂમિકા વિષે પણ સવાલ કર્યો છે.
15 ઓગષ્ટ સુધીમાં રિલીઝ કરવા ઘરેલું વેકસીન કેન્ડીડેટ કોવાકસીનની હ્યુમન ટ્રાયલ ઝડપી બનાવવા આઈસીએમઆરના ડાયરેકટર જનરલ બલરામ ભાર્ગવે વિવાદાસ્પદ નિર્ણય કર્યો તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
લેન્સેટએ અન્ય રાષ્ટ્રો કરવા કોવિડ 19થી ઓછા મૃત્યુ થયા હોવાના સરકારના દાવાને પડકારી જણાવ્યું હતું કે વર્લ્ડ રિપોર્ટમાં વિગત અપાઈ છે તેમ ખાસ કરીને કેસ ફેટાલીટી રેટને ઓછો આંકમાં ડેટાની પારદર્શિતાના દાવાને પડકારવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે 1.8%નો મૃત્યુદર બનાવ્યો છે, અને એ અન્ય દેશો કરતાં ઓછો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પણ આ આંકડા સરખાવવા યોગ્ય છે કે નહીં તે જાણવું મુશ્કેલ છે.
આ પણ વાંચો : કોરોના વિસ્ફોટ : એક દિવસમાં નોંધાયા 300 કેસ, સુરત ગ્રામ્યના આંકડાએ તંત્રની વધારી ચિંંતા
દરમિયાન જર્નલે ચેતવણી આપી છે કે આક્રમક પગલા છતાં ભારતમાં કેસો ઝડપથી વધી રહ્યા હોઈ, ભારતની કટોકટી હજુ પુરી થઈ નથી. જાહેર આરોગ્યના પગલાનો ઉપયોગ અને તેને વળગી રહેવામાં નહીં આવે તો મૃત્યુ અને માંદગીનો મોટો બોજ આવી રહ્યો છે.
