રાજ્યમાં કોરોનાનો કાળો કહેર સતત વધી રહ્યી છે, જેમાં ખાસ કરીને સુરત(Surat)માં, જ્યાં કોરોના દરરોજ 200 થી 300ની વચ્ચે કેસ સામે આવી રહ્યા છે. કેસો સાથે સાથે ગુજરાત(Gujarat)માં મૃત્યુદર પણ સતત વધી રહ્યો છે. ત્યારે સરકાર(Gujarat govt) દ્વારા મૃત્યુનું પ્રમાણ ઘટાડવા સુરતમાં થતા મૃત્યુના આંકડા છુપવવામાં આવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
સરકાર છુપાવી રહી છે મોતના આંકડા
અનલોકના 40-44 દિવસ દરમિયાન સુરતમાં કોરોનાથી મૃત્યુ પામેલા 126 દર્દીઓનો આંકડા છુપાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરથી જાહેર થતી પ્રેસનોટમાં માત્ર 14 મોત દર્શાવવામાં આવ્યા છે. સુરતમાં 20 મોત પણ યાદીમાં બતાવાયા છે, રાજકોટમાં 5 મોત પણ સરકારી યાદીમાં એક પણ દર્શાવવામાં આવ્યું નથી. વડોદરામાં 24 કલાકમાં 15 દર્દીના મોત બતાવ્યા છે. આમ કુલ 40 મોત નિપજ્યા છે. આ આંકડાઓને જોતા કો – મોર્બિડ અને પીએમ ફોર્મ્યુલાની માયાજાળ દેખાઈ રહી છે.
સુરતમાં મોતના આંકડાની માયાજાળ
25મે પછી આ અંગે સરકાર દ્વારા એક પણ વખત સત્તાવારપણે કયા જિલ્લામાં કેટલા મૃત્યુ થયા તે અંગે સાચી માહિતી આપવામાં આવી નથી. gujcovid19.gujarat.gov.in ટ્રેકર ઉપર બધી વિગતો હોવાનો દાવો કરાય છે. આ ટ્રેકર મુજબ સુરતમાં મંગળવારે અત્યાર સુધીમાં 219ના મોત નિપજયા છે. ત્યારે સુરત મનપા 309 અને કલેક્ટર 38 આમ 345 મોતના આંકડા જાહેર કરી રહ્યા છે. આમ 125થી વધુ મોતના આંકડા છુપાવાઈ રહ્યા છે
સુરત મનપાએ જાહેર કરેલ 13 થી 14 જુલાઈના 24 કલાકના આંકડામાં કુલ 13 લોકોના કોરોનાથી મોત થયાનું જાહેર કરાયું છતાં આરોગ્ય વિભાગની યાદીમાં માત્ર 03 જ મોત દર્શાવાઈ છે. સોમવારે સુરતમાં આ મુદ્દે સ્થાનિકોએ મિડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરતા મોડી રાતે એક જ દિવસમાં 11ના મૃત્યુ થયાનું સ્થાનિક તંત્રે સ્વિકાર્યું હતુ. સુરત જ નહી, રાજકોટમાં આંકડા છુપાવવાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : CMની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, રાજ્યમાં કોરોનાને નાથવા એક્શન પ્લાન તૈયાર કરાશે
