પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત 13માં દિવસે વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ 78.37 રૂપિયા લીટર થઇ ગયું છે. આ ત્યારે છે જયારે કાચા તેલની કિંમતોમાં સતત નરમી છે. આખરે શું છે સરકાર અથવા કંપનીઓની મજબૂરી, એની પાછળ શું છે લોકડાઉન કનેક્શન આઓ જાણીએ.
છેલ્લા 13 દિવસમાં ડીઝલની કિંમત 7.67 રૂપિયા પ્રતિ લીટર અને પેટ્રોલના ભાવમાં 7.09 રૂપિયાનો વધારો થયો છે. ઇંધણની આ કિંમતોમાં મોટો ભાગ સરકાર દ્વારા લગાવવામાં આવેલી એક્સરસાઇઝ ડ્યુટી એટલે ઉત્પાદન શુલ્ક હોય છે.

ભારતીય બાસ્કેટ માટે કાચા તેલની લાગત આ વર્ષે જાન્યુઆરીમાં 70 બેરલ પ્રતિ ડોલરથી એપ્રિલમાં 17 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ. તે છતાં સરકારે 6 મે 2020એ પેટ્રોલ પર 10 રૂપિયા લીટર અને ડીઝલ 13 રૂપિયા લીટર શુલ્ક વધાર્યો છે. હવે બ્રાન્ડેડ પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 44.16 રૂપિયા લીટર સુધી પહોંચી ગઈ છે, જ્યારે બ્રાન્ડેડ હાઈસ્પીડ ડીઝલ પર આ 34.19 રૂપિયા લીટર સુધી પહોંચી ગઈ છે. એક્સાઇઝ ડ્યુટી ઉપરાંત પેટ્રોલ-ડીઝલ પર રાજ્યોનો વેટ અને કસ્ટમ ડ્યુટી એટલકે સીમા શુલ્ક પણ લેવામાં આવે છે.
કાચા તેલમાં ઘટાડાથી સરકારને ઘણો ફાયદો થયો છે. આ વર્ષે 1 જાન્યુઆરીથી 4 મે સુધી કાચાં તેલની કિંમતમાં 70% ઘટાડો થયો હોવા છતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં લગભગ 10% ઘટાડો થયો. ત્યાંર પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો. છેલ્લા 13 દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત સતત વધી રહી છે. મેમાં કાચા તેલના ભારતીય બાસ્કેટની કિંમત એક સપ્તાહમાં જ બે ઘણી થઇ 40 ડોલર પ્રતિ બેરર પર પહોંચી ગઈ.
લોકડાઉનથી થયેલ નુકશાનની ભરપાઈ

લોકડાઉનના કારણે સરકારનો ખજાનો ખાલી થઇ ગયો છે. એવામાં એની પાસે પેટ્રોલ-ડીઝલ એકમાત્ર સોર્સ હતો જ્યાંથી તેઓ સારું રાજસ્વ એકત્ર કરી શકે છે. જીએસટી અને ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં તો કોરોના લોકડાઉનના કારણે ભારી ઘટાડો થયો છે. એપ્રિલમાં સેન્ટ્રલ જીએસટી કલેક્શન માત્ર 6,000 કરોડ રૂપિયાનું હતું, જયારે એક વર્ષ પહેલા આ અવધિમાં સીજીએસટી કલેક્શન 47,000 કરોડ રૂપિયા થયું હતું.
તો આ નુક્શાનની ભરપાઈ સરકાર પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વધારી કરવા માંગે છે. નાણામંત્રાલયમાં આર્થિક મામલાના પૂર્વ સચિવ સુભાષ ચંદ્ર ગર્ગ અનુસાર સરકાર પેટ્રોલિયમથી વધુમાં વધુ રાજસ્વ ભેગું કરી લેવા માંગે છે. તેમણે કહ્યું, ‘જયારે સરકારે એક્સાઇઝ ડ્યુટી વધારી ત્યારે કાચા તેલની કિંમત ઘણી નીચા સ્તર પર હતી અને પેટ્રોલિયમ કંપનીઓને ફાયદો થઇ રહ્યો હતો. કાચા તેલમાં ઘટાડાને રાજસ્વ વધારવાના રસ્તા તરીકે જોવામાં આવી રહ્યો છે.
હવે શા માટે વધી રહ્યાં છે પેટ્રોલ-ડીઝલના ભાવ

ખરેખર જયારે કાચા તેલની કિંમત ઘણી ઓછી હતી, ત્યારે સરકારે ટેકસેસ વધારી એના ભાવ વધારી દીધા. એનાથી પેટ્રોલિયમ કંપનીઓને કોઈ ફાયદો ન થયો. હવે જયારે કાચા તેલની કિંમત એક મહિનામાં બે ઘણી થઇ ગઈ ત્યારે પેટ્રોલિયમ કંપનીઓએ પોતાનો ફાયદો વધારવા માટે એની કિંમત સતત વધારવી પડી રહી છે. જયારે કાચા તેલની કિંમત 34-35 ડોલર ઉપર પહોંચી ગઈ, ત્યારે પડકાર વધવા લાગ્યા અને પેટ્રોલિયમ ઉત્પાદનના ભાવ વધારવા પડ્યા. પરંતુ કાચા તેલની આ કિંમત એક વર્ષની તુલનામાં અડધી છે. માટે ભાવ વધવા પર સવાલ ઉભા થવા લાગ્યા.
પેટ્રોલિયમને બનાવી દુધારુ ગાય
છેલ્લા પાંચ વર્ષમાં સરકારનો પેટ્રોલિયમથી રાજસ્વ વધી બે ઘણો થઇ ગયો છે. 2019-20માં કાચા તેલની સરેરાશ કિંમત 60.47 ડોલર પ્રતિ બેરર હતી. એ દરમિયાન સરકારે પેટ્રોલિયમ પદાર્થો પર એક્સાઇઝ ડ્યુટીથી 2.23 લાખ કરોડ રૂપિયાનું રાજસ્વ ભેગું કર્યું જે વર્ષ 2014-15ના 99,000 કરોડના બે ઘણાંથી વધુ છે.
આ પણ વાંચો : કોઈ મિસાઈલથી ઓછું નથી ચીનનું આ હથિયાર, રમે છે માઇન્ડગેમ
