નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન (એનઆરસી)ને દેશભરમાં લાગુ કરવાના ઇરાદાને હાલ નરેન્દ્ર મોદી સરકારે સાઈટ પર મૂકી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રામલીલા મેદાનમાં ‘આભાર રેલી’માં એનઆરસી પર જેટલી પણ વાત મૂકી છે. એનાથી સંકેત મળે છે કે મોદી સરકાર એનઆરસી મુદ્દા પર હાલ પાછળ ખસી ગઈ છે
બીજેપીએ પોતાની લોકસભા ચૂંટણીના ઘોષણા પાત્રમાં જે એનઆરસીને દેશભરમાં લાગુ કરવાનું વચન આપ્યું હતું. બીજેપી અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ સહીત પાર્ટી અને સરકારના તમામ મોટા ચહેરાઓએ એનો ઉલ્લેખ કર્યો. એના પર પીએમ મોદીએ રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં પોતાના ભાષણમાં સફાઈ આપતા કહ્યું હતું કે વર્ષ 2014થી જ એનઆરસી શબ્દ પર કોઈ ચર્ચા થઇ નથી. કોઈ વાત પણ થઇ નથી. પીએમ મોદી આ ભાષણ દિલ્હીમાં અનધિકૃત કોલોનીઓને પાક્કી કર્યા પછી આભાર રેલીમાં આપ્યું.
પીએમ એ કહ્યું કે, ‘એનઆરસી પર ખોટું બોલવામાં આવી રહ્યું છે. એ કોંગ્રેસના જમાનાથી બનાવાયું હતું, ત્યારે સુતેલા હતા શું ? અમે તો બનાવ્યું જ નથી ? સંસદમાં આવ્યું જ નથી? નથી કેબિનેટમાં આવ્યું? ના એના કોઈ કાયદા બનાવ્યા છે? હુઆ ઉભી કરવામાં આવી રહી છે? અને મેં પહેલા જ જણાવ્યું આ સત્ર માં જ તમને જમીન અને ઘરનો અધિકાર આપી રહ્યા છે, કોઈ ધર્મ-જાતી નથી પૂછતી. એવામાં અમે કોઈ બીજો કાયદો તમને કાઢી નાખવા કરશું? બાળકો જેવી વાત કરો છે.’
કોંગ્રેસ પર અફવાઓ ફેલાવાના આરોપો મુકતા પીએમ એ કહ્યું હતું કે, ‘કોંગ્રેસ જોર જોર થી કહી રહી છે કે કાગડો કાન કાપીને ઉડી ગયો અને લોકો કાગડાને જોવા લાગ્યા. પહેલા પોતાના કાન તો જોઈ લેવો કે કાગડાએ કાન કાપ્યા છે કે નથી? પહેલાએ તો જોઈ લેવો કે એનઆરસી ઉપર કઈ થયું છે કે નથી ? ખોટું ચલાવવામાં આવી રહ્યું છે. મોદી સરકાર આવ્યા પછી વર્ષ 2014થી જ એનઆરસી શબ્દ પર કોઈ ચર્ચા થઇ જ નથી. કોઈ વાત પણ થઇ નથી. માત્ર સુપ્રિમ કોર્ટના કહ્યા પર આસામ માટે કરવા પડ્યું। શું વાત કરી રહ્યા છો?
નાગરિકતા સંશોધન કાયદા પર દેશ ભરમાં જે રીતે પ્રદર્શન થઇ રહ્યું છે. કોંગ્રેસ સહીત વિપક્ષની તમામ પાર્ટીઓ સતત રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહી છે. એટલું જ નહિ નાગરિકતા કાયદા પર મોદી સરકાર સાથે ઉભા રહેતા રાજનૈતિક દળો પણ એનઆરસી પર પાછળ ખસી ગયા છે. બીજેપીના સહયોગો દળો એ પણ સ્પષ્ટ કર્યું છે કે પોત-પોતાના રાજ્યમાં એનઆરસી લાગુ નહિ કરશે.
મોદી સરકાર NRC પહેલા NPR એટલે નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર પર કામ કરી છે. CAA પર ભલે પીએમ મોદી એ વિરોધી મુખ્યમંત્રીઓને બંધારણની શપથ યાદ કરાવી હોય પરંતુ એનપીઆર જેવા કામ વગર રાજ્ય સરકારોનો સહયોગ સંભવ નહીં થઇ શકે, કારણ કે 2021માં વસ્તી ગણતરી થવાની છે. જનગણના અને એનપીઆર તૈયાર કરવમાં રાજ્ય સરકારના સંસાધનો આવશ્યક છે. એવામાં રાજ્ય સરકારોનું એનઆરસી પર સતત વિરોધ એમના અને કેન્દ્ર સરકાર વચ્ચેના ખાડાને પહોળો કરવાનું કામ કરી રહ્યા છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.