મધ્ય પ્રદેશના ભિંડમાં એક વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી ભાષણને કંઈક વધારે ગંભીરતાથી લેતો રહ્યો, જેને લઇ હવે એ મુશ્કેલીમાં છે. ભિંડ જિલ્લાના આલમપુર સ્થિત સ્ટેટ SBIનો છે. અહીં બેંકની ભૂલથી એક વ્યક્તિની મહેનતના રૂપિયા અન્ય કોઈના બીજા ખાતામાં થી ઉપાડતા રહ્યા એ સમજીને કે મોદી જી પૈસા મોકલી રહ્યા છે. ખરેખર થયું એવું કે રૂરઇ ગામના બે વ્યક્તિએ આમલપુર બારાંશ્ચમ ખાતા ખોલાવ્યા. બેંકરે ફોટા અલગ અલગ લગાવ્યા સરનામું અને ખાતા નંબર એક જ એટલે ખોટું એક અને માલિક બે.
ખાતુ ખોલાવ્યા બાદ રુરઈના હુકુમ સિંહ પોતાની આજીવિકા રળવા માટે હરિયાણા જતા રહ્યા. અહીં રુપિયા બચાવીને તેઓ ખાતામાં જમા કરાવતા રહ્યા. બીજી તરફ રોની ગામના હુકુમ સિંહ બેંકમાં પહોંચીને રૂપિયા ઉપાડતો રહ્યો. તે પણ 6 મહિના સુધી. 6 મહિના કમાણી કરનાર હુકુમ સિંહના ખાતામાંથી ખર્ચ કરવા માટે અન્ય હુકુમ સિંહે 89 હજાર રૂપિયા ઉપાડી લીધા.

મામલાનો ખુલાસો ત્યારે થયો જયારે, રૂરઈ ગામના હુકુમ સિંહને પોતાની જમીન ખરીદવા માટે 16 ઓક્ટોબરે રૂપિયા ઉપાડવા માટે બેંક પહોંચ્યા. અહીં તેમણે જોયું કે, તેમના ખાતામાં માત્ર 35,400 રૂપિયા જ છે. જ્યારે તેમના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં તેઓએ 1,40,000 રૂપિયા જમા કરાવી ચૂક્યા હતા. જે બાદ તેમણે બેંક કર્મચારીઓને તેની ફરિયાદ કરી હતી. તેમનો આરોપ છે કે, પોતાની આ ચૂકને બેંક અધિકારીઓ દ્વારા દબાવવાનો કરવામાં પ્રયાસ કર્યો.

બેંક મેનેજર રાજેશ સોનકરે કહ્યું કે, રૂપિયા ખાતા ધારકને મળી જશે. પરંતુ તેમને ખબર પડી કે રૂપિયા તો રોની નિવાસી હુકુમ સિંહના પાસે છે, ત્યારે તેમને સવાર પૂછવામાં આવતા તેમણે સ્પષ્ટ કર્યું કે, ‘મારૂ ખાતુ હતું. તેમા પૈસા આવ્યા. મને લાગ્યું કે, મોદીજી રૂપિયા આપી રહ્યા છે. આથી હું ઉપાડી લેતો હતો. અમારી પાસે પૈસા જ ન હતા, અમારી પણ મજબૂરી હતી. અમે ઘરમાં કામ કરાવ્યું છે અને આથી અમે પણ રુપિયા ઉપાડ્યા હતા. રોની ખાતે રહેતા હુકુમ સિંહે આ બેદરકારી માટે બેંકવાળાને જવાબદાર ઠેરવ્યા છે.
