ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરો (Indian Space Research Organization – ISRO)નું ગગનયાન મિશન ડિસેમ્બરમાં 2021માં લોન્ચ કરવામાં આવશે. પરંતુ એ પરંતુ એ પહેલા માનવરહિત મિશન થશે. પહેલું મિશન આ વર્ષે ડિસેમ્બરમાં થશે. આ મિશન એક મહિલા રોબોટને ગગનયાનમાં બેસાડી અંતરિક્ષમાં મોકલવામાં આવશે.
આ જ સપ્તાહમાં શરૂ થશે ગગનનોટ્સની ટ્રેનિંગ
ઈસરો પ્રમુખ સિવને જણાવ્યું કે ગગનયાન મિશન માટે જાન્યુઆરીના અંતમાં જ 4 પસંદગી થઇ ગઈ છે હવે એને ટ્રેનિંગ માટે રશિયા મોકલવામાં આવશે. રુસમાં આ જવાનોની ટ્રેનિંગ જાન્યુઆરીમાં આ અઠવાડિયાથી શરૂ થઇ જશે.
વ્યોમમિત્ર રોબોટ જશે ગગનયાનમાં
ઇસરોના વૈજ્ઞાનિક સેમ દયાલે જણાવ્યું કે આ એક હાફ હ્યુમેનોઇડ રોબોટ હશે. એનું નામ વ્યોમમિત્ર છે. આ હ્યુમોનોઇડ રોબોર્ટમાં માનવ શરીર સંબંધિત કેટલીક મશીનો લાગી છે. હ્યૂમનોઇડ મનુષ્યોની જેમ જ વ્યવહાર કરવાનો પ્રયાસ કરશે અને આપણને પરત રિપોર્ટ કરશે. આ અમે એક પ્રયોગ તરીકે કરી રહ્યા છીએ. 1984માં રાકેશ શર્મા રશિયાના અંતરિક્ષ યાનમાં બેસીને અંતરિક્ષ ગયા હતા. આ વખતે ભારતના એસ્ટ્રોનોટ્સ ભારતના અંતરિક્ષ યાનમાં બેસીને સ્પેસમાં જશે.

રુસમાં 11 મહિના સુધી ચાલશે ટ્રેનિંગ
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહએ જણાવ્યું કે આપણું ગગનનોટ્સ (Gaganauts)ની ટ્રેનિંગ રુસમાં 11 મહિના ચાલશે. ત્યાર પછી તેઓ ભારતમાં આવી કૃ મોડ્યુલની ટ્રેનિંગ લેશે. આ ટ્રેનિંગ બેંગ્લોર પાસે ચલકેરામાં થવાની સંભાવના છે
શું છે ગગનયાન મિશન ?
ગગનયાન મિશન હેઠળ ISRO ત્રણ અંતરિક્ષયાત્રીઓને પૃથ્વીથી 400 કિમિ ઉપર અંતરિક્ષમાં સાત દિવસની યાત્રા કરાવશે. આ અંતરિક્ષયાત્રીઓને સાત દિવસ માટે પૃથ્વીની લો-ઓર્બીટ માં ચક્કર લગાવવાનું હશે. આ મિશન માટે ISROએ ભારતીય વાયુ સેના માંથી અંતરિક્ષયાત્રી પસંદ કરવાનું કહ્યું છે.
