સમગ્ર ભારતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઈ છે. જેમાં ઓગસ્ટ મહિનામાં વધુ વરસાદની આગામી કરેવામાં આવી છે. હાલમાં, મુંબઇમાં ગત રાત્રિથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નીચાણ ધરાવતા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે. આ સિવાય હવામાન વિભાગે 4 અને 5 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી સાથે અલર્ટ જાહેર કર્યું છે. જેને લઇને મુંબઇ મહાનગરપાલિકાની સાથે ફાયર બ્રિગેડ અને NDRFને સતર્ક રહેવા અંગે જણાવામાં આવ્યું છે. હવામાન વિભાગે સવારે 3 વાગે જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ કલાકમાં મુંબઇને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે, અને હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાના કારણે મુંબઇમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
એક તરફ કોરોના અને બીજી તરફ ભારે વરસાદના કારણે મુંબઈના હાલ બેહાલ બન્યા છે. મોડી રાત્રે થયેલા વરસાદથી હિંદમાતા, દાદર, ટી.ટી. કિંગ્સ સર્કલ, સાયન, ચેમ્બૂર, અંધેરી, સાંતાક્રૂઝ, લોઅર પરેલ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. તે ઉપરાંત કેટલાક વિસ્તારોમાં બસ અને ટ્રક અડધા ડૂબી જાય એટલા પાણી ભરાઈ ગયા છે. જેથી વાહન ચાલકોએ વાહન રસ્તામાંજ મુકવાની ફરજ પડી છે. મુંબઈના કોલાબામાં 11 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જ્યારે સાંતાક્રૂઝમાં 4 ઈંચ જેટલો વરસાદ થયો છે.
આ સિવાય હવામાન વિભાગે આગામી 24 કલાક મુંબઈ ભારે છે. મુંબઈ ઉપરાંત થાણે, પુણે, રાયગઢ અને રત્નાગિરી જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. મુંબઈમાં બપોર બાદ સમુદ્રમાં હાઈટાઈડની ચેતવણી જાહેર કરી છે જેમાં દરિયામાં 4.45 મીટર જેટલા ઉંચા મોજા ઉછળી શકે છે. જેના કારણે લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : વિદેશથી આવતા યાત્રીઓ માટે સરકારે નવી ગાઇડલાઇન કરી જાહેર, આ નિયમોનું કરવું પડશે પાલન
