જમ્મુ-કાશ્મીરના શોપિયાંમા ગુરૂવારની મોડી રાતથી સુરક્ષાબળોની આતંકવાદીઓ સાથે મુઠભેડ ચાલી રહી છે. આ મુઠભેડમાં એક જવાન શહીદ થઈ ગયો. પુલિસના એક અધિકારીએ જણાવ્યુ કે, બદ્રહામા વિસ્તારના ઘેરાબંદી અને શોધખોળ અભિયાનના સમયે બંન્ને બાજુથી ગોળીબાર શરૂ થઈ ગઈ હતી.
અધિકારીએ જણાવ્યું કે આ સમયે સુરક્ષાબળોએ વિસ્તારના 2 થી 3 આતંકીઓને ઘેરી લીધા હતા. આ દરમિયાન કેટલાક મીડિયા રિપોર્ટ્સએ દાવો કર્યો છે કે અહીં 3 આતંકી હતા, જેમાંથી એકને ઠાર કરવામાં આવ્યો છે. જો કે આ વાતની કોઈ અધિકારીક માહિતી મળી નથી.
જમ્મુ કાશ્મીરમાં 25 હજાર જવાન
ગત અઠવાડિયે કેન્દ્ર તરફથી જમ્મુ કશ્મીરમાં 10 હજાર જવાનોને મોકલવાનું નક્કી કર્યું હતું. હાલમાં સામે આવેલા એક રિપોર્ટ અનુસાર બીજા 25હજાર જવાનોને પણ જમ્મુ કાશ્મીરમાં મોકલવાની વાત કરવામા આવી છે.
અગાઉ જમ્મુ કાશ્મીરના બાંદીપોર જિલ્લાના ગુરેજ સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે ઘુસણખોરી કરતા ત્રણ આતંકવાદીઓને મંગળવારે મોડી રાત્રે સેના દ્વારા ઠાર કરવામાં આવ્યો.આ વિસ્તારમાં અભિયાન હજુ પણ ચાલુ છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.