સુરતમાં કોરોના(surat Corona)નો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે દર્દીઓને હકારાત્મક માહોલ આવે માટે અલથાણ ખાતે આવેલ અટલ કોવિડ સેન્ટર(Covid 19 Center)માં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોરોનાથી પોઝિટિવ પાંચ વર્ષની દીકરી સારવાર લઇ રહી હતી જેને કૃષ્ણ બનાવવામાં આવી હતી. સાથે જ અન્ય દર્દીઓ અને સ્ટાફ કૃષ્ણમય બનીને કાના સાથે ગરબા રમ્યા હતા.
અલથાણ કોવિડ કેર સેન્ટરમાં પાંચ વર્ષની બાળકી વર્ષા સિંહા કોરોનાગ્રસ્ત હોવાથી તે પરિવારથી એકલી અહી સારવાર માટે દાખલ કરવામાં આવી છે. કોવિડ કેર સેન્ટરમાં સૌથી નાની બાળકી ગભરાઈ ન જાય તેની કાળજી સ્ટાફ લઈ રહ્યો છે.
