ભારતની ગેરહાજરીમાં જાપાન પણ ચીનની નેતૃત્વ વાળા ક્ષેત્રીય વ્યાપાર આર્થિક કરાર (RCEP) પર હસ્તાક્ષર કરવાની ના પાડી દીધી છે. જાપાનના શીર્ષ પ્રતિનિધિએ સંકેત આપ્યા છે કે જો RCEP માં ભારત સામેલ નહિ થાય તો તેઓ પણ પાછળ હટ કરી શકે છે. થોડા સપ્તાહમાં જાપાનના વડાપ્રધાન શિન્ઝો અબે ભારતના પ્રવાસે આવી રહ્યા છે.

ભારતે આ જ માસ ક્ષેત્રીય વ્યાપાર આર્થિક કરાર RCEP થી બહાર થવાનું એલાન કર્યું હતું. ભારતે એના પાછળનું તર્ક આપ્યું હતું કે આ કરાર પર હસ્તારક્ષર કરવાથી ભારતીય નાગરિકોની આજીવિકા પર અસર થઇ શકે છે. ચીને ભારતને કહ્યું હતું કે બાકી 15 દેશો આ કરાર માં આગળ વધવા નો નિર્ણય લીધો છે ભારત ઈચ્છે તો પછી થી તેઓ સામેલ થઇ શકે છે.
જાપાનના વ્યાપાર અને વાણીજ્ય ઉપમંત્રી હિડેકી માકીહારાએ બ્લૂમબર્ગને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હાલ અમે એ ડીલ પર વિચાર નથી કરી રહ્યા. અમે હાલ માત્ર ભારતને કરારમાં સામેલ કરાવવા અંગે વિચારી રહ્યા છે.

જાપાનના વડાપ્રધાન શિંઝો અબે એ ચીનના ક્ષેત્રીય પ્રભુત્વને સંતુલિત કરવા ભારત સાથે સબંધ મજબૂત કર્યા છે. જાપાન અને ભારત ના વિદેશ મંત્રી અને રક્ષા મંત્રી આ અઠવાડીયે એ ‘ટુ પ્લસ ટુ’ ફોર્મેટમાં પહેલી બેઠક કરી છે. બંને દેશ ઓસ્ટ્રેલિયા, અમેરિકા સાથે રણનૈતિક વાર્તાઓનો પણ ભાગ છે. ચારે દેશોની આ ભાગીદારીમાં ચીન એ કહી આલોચના કરતુ રહ્યું છે કે એનાથી એક નવા શીતયુદ્ધ સમયની શરૂઆત થઇ શકે છે.
કરારમાં દુનિયાના સૌથી લોકતાંત્રિક દેશ ને સામેલ કરાવવાને લઇ માકીહારાએ કહ્યું કે આ આર્થિક રાજનીતિ અને ખાસકરીને સુરક્ષાના નજરિયાથી ઘણું અર્થપૂર્ણ છે. જાપાન આ કરારમાં ભારતને સામેલ કરવવાના પ્રયાસો ચાલુ રાખશે.

માકીહારાએ કહ્યું કે, શિંઝો અબે આવતા મહિને ભારત પ્રવાસ દરમિયાન વ્યાપાર મંત્રી હીરોશી કાઝીયામાં પણ સાથે રહેશે. RCEPમાં સામેલ થનાર અન્ય દેશોમાં ઓસ્ટ્રેલિયા, બ્રુનેઇ, કંબોડીયા, લાઓસ, મલેશિયા, ન્યુ ઝીલેન્ડ, ફિલિપીન્સ, સિંગાપોર, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ અને વિયતનામ પણ સામેલ છે.

અમેરિકા સાથે ટ્રેડ વોરમાં ફસાયેલ ચીન સુસ્ત આર્થિક વૃદ્ધિ દર સાથે નિપટવા માટે RCEP ને ઝડપથી આગળ વધારવા માંગે છે. આ કરારથી ચીન માટે એશિયા ની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ માટે દરવાજાઓ ખુલી જશે.
RCEP કરાર શું છે ?

RCEP કરાર 10 આસિયાન દેશો અને 6 અન્ય દેશો ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ કોરિયા વચ્ચે કે મુક્ત કરાર છે. આ કરારમાં સામેલ દેશ એક બીજાને વ્યાપારમાં ટેક્સમાં છૂટ સહીત તમામ આર્થિક છૂટ આપશે.

RCEP ના 16 સદસ્ય દેશોમાં જીડીપી આખી દુનિયાની જીડીપી એક-કવોટર છે અને દુનિયાની અડધી આબાદી એમાં સામેલ છે.આ કરારમાં વસ્તુઓ અને સેવાઓ નું આયાત -નિકાસ, રોકાણ, બૌદ્ધિક સંપદા જેવા વિષયો સામેલ છે. ચીન માટે આ એક મોટા અવસર સમાન છે કારણ કે ઉત્પાદન મામલામાં બીજા દેશો એમની સાથે ટકતા નથી. ચીન આ કરાર દ્વારા પોતાના અરઠી દબદબાને કાયમ રાખવાની કોશિશમાં છે.
વિશ્લેષકોને આશંકા હતી કે RCEP કરાર થવાથી ભારતીય બજારોમાં ચીની સામાનની બાધ આવી જશે અને ભારતીય ઉદ્યોગોને નુકશાન પહોંચશે.
