IITમાં પ્રવેશ માટે યોજાયેલ JEE-Advancedની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે. જેમાં મુંબઈના ચિરાગ ફાલોરે દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જયારે અમદાવાદના હર્ષ શાહએ ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ પરીક્ષામાં કુલ 1,50,838 વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાંથી પેપર 1 અને 2માં કુલ 43204 વિદ્યાર્થીઓ પાસ થયા છે. તેમાંથી 6707 છોકરીઓ છે.

- ચિરાગ ફાલોર કોમન રેન્ક લિસ્ટ (CRL)માં ટોપર, તેણે 396માંથી 352 માર્ક મેળવ્યા
- રૂરકી ઝોનની કનિષ્ક મિત્તલ CRLમાં 17મા નંબરની સાથે મહિલા રેન્કમાં ટોપર, તેણે 396માંથી 315 માર્કસ મેળવ્યા
- અમદાવાદના હર્ષ શાહનો ગુજરાતમાં પ્રથમ ક્રમ, ઓલ ઈન્ડિયામાં 11મો ક્રમ
- ઓલ ઈન્ડિયા 100માં ગુજરાતના શ્રેય બાવીશીનો 55મો રેન્ક, નિયતી મહેતા 62મો રેન્ક, પૂજન સોજીત્રા 64મો રેન્ક અને ધ્રુવ મારુ 99મો રેન્ક
આ રીતે તૈયાર કરાયા પરિણામ
આ વર્ષે પરિણામ ધોરણ-12ના માર્કસને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે. નવા નિયમાનુસાર આ નિર્ણય લેવાયો છે. આ પહેલાં JEE Advancedમાં ભાગ લેવા માટે ધોરણ-12ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને 75 ટકા મેળવવા ફરજીયાત હતા. આ વર્ષે COVID-19ના કારણે CBSE અને CISCE સહિત કેટલાંય બોર્ડે વિશેષ યોજનાઓના આધાર પર પરિણામ જાહેર કર્યા છે. મેરિટના આધાર પર પરિણામના એક દિવસ પર 6 ઓક્ટોબરથી કાઉન્સેલિંગ આયોજીત કરવામાં આવશે.
આ પણ વાંચો : કંગના રાણાવતનો જયલલિતા અંદાજ, ફિલ્મ ‘થલાયવી’ના સેટ પરથી શેર કર્યા ફોટા
