આજના ડિજીટલ યુગમાં ઘણા લોકો ડિજીટલ માર્કેટિંગથી પ્રેરાયા છે. પરંતુ ઘણા ઓછા લોકો છે જેમને ડિજીટલ માર્કેટિંગનો યોગ્ય અર્થ ખબર છે અને તે યોગ્ય રીતે ડિજીટલ માર્કેટિંગનો ઉપયોગ કરી રહ્યા છે. આ અંતર્ગત ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન બીસીએમાં ડિજીટલ માર્કેટિંગનો એક સેમિનારનું આયોજન થયું હતું. જેમાં જેમિન ચૌહાણે ડિજીટલ માર્કેટિંગ વિષે વાત કરી હતી.
ડિજીટલ માર્કેટિંગ શું છે?
જ્યારે સેમિનારમાં ડિજીટલ માર્કેટિંગ શું છે? પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે લોકોએ ડિજીટલ માર્કેટિંગની ઘણી બધી વ્યાખ્યાઓ આપી. જેમ કે સોશિયલ મીડિયામાં ફોટો અને લોગો બનાવી શેર કરવા એ ડિજીટલ માર્કેટિંગ છે. પરંતુ જેમિન ચૌહાણે આ વિશે કહ્યું કે, લોકોમાં એવી માન્યતા છે કે ડિજીટલ માર્કેટિંગ એટલે સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ મુકવા, લોગો બનાવી મુકવા અને એને શેર કરવા એ ડિજીટલ માર્કેટિંગ છે. પરંતુ એ ડિજીટલ માર્કેટિંગ નથી એ સોશિયલ મીડિયાનો એક ભાગ છે. આજે ભારતમાં ડિજીટલ માર્કેટિંગ માટે ઘણી બધી જગ્યાઓ ખાલી છે.

તમારી પણ કોઈ સિદ્ધિ જેને લોકો સુધી પહોંચાડવી હોય અને તેનાથી લોકોને લાભ થતો હોય તો ચોક્કસથી તમારી સ્ટોરી અમને મોકલી આપો. અમે તેને પોસ્ટ કરીશું