સંવત 2075 માં 12% ના ઉછાળા બાદ પણ મુહૂર્ત ટ્રેડિંગ થી સેન્સેક્સ અને નિફ્ટી માં તેજીની સાથે શરૂઆત થઇ છે. આ અગાઉ આ પ્રકારનો માહોલ ભાજપ સરકારની બીજી ઈનિંગ બાદના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજુ કરાયેલા બજેટ થી બજાર ને ઘણી નિરાશા લાગી હતી એના કારણે વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણ થયું હતું.
જેના કારણે બજારમાં મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 3 વર્ષ ને તળીયે પહોંચી હતી. અમેરિકા અને ચાઇના વચ્ચેના ટ્રેડ વોર ના માહોલ ના કારણે ગ્લોબલ સેન્ટિમેન્ટમાં પણ અનિશ્ચિતતા જોવા મળી હતી. જેના વચ્ચે ભારત નો GDP 5% ના તળિયે હતો. આથી સરકાર ને આર્થિક નીતિ માં મોટા પાયે રિફોર્મ્સ લાવાની જરૂર થઇ. જેની શરૂઆત સપ્ટેમ્બર મહિના માં ફાયનાન્સ મિનિસ્ટર દ્વારા FPI પાર ના સરચાર્જ ને નાબૂદ કરી ને ક્રમિક રિફોર્મ્સ ની શરૂઆત થઇ હતી.

ત્યાર બાદ કોર્પોરેટ ટેક્સ કટ જેવા ઐતિહાસિક નિર્ણયને કારણે માર્કેટ એ છેલ્લા એક દશકનો સૌથી મોટો ઉછાળો નોંધાવ્યો હતો. હાલની પરિસ્થિતિમાં સેન્સેક્સ ભલે ઓલ ટાઈમ હાઈ પાર હોય પરંતુ મિડકેપ અને સ્મોલકેપમાં ઘણી અપ સાઈડ જોવા મળશે. US FED દ્વારા 3 વાર વ્યાજ દર ઘટાડવા ના કારણે ભારતીય બજારોમાં આવનારા સમય માં લીકવીડિટી જોવા શકશે.
છેલ્લા ક્વાર્ટરમાં ઓટો અને કન્ઝ્યુમર ડ્યૂરેબલ માં તહેવારો ના માહોલ ના કારણે સારા પરિણામો આવવાની આશા રાખી શકાય. હાલના તબક્કે રોકાણકારોને રોકાણ જાળવી રાખી દરેક ઘટાડે બજાર માં રોકાણ વધારવાની સલાહ રહેશે. તેમજ નવા વર્ષમાં નવી તકો બજારમાં મળતી જ રહેશે.
માર્કેટ નિષ્ણાંત અને ટોરિન વેલ્થ મેનેજમેન્ટના ફાઉન્ડર જિજ્ઞેશભાઈ માધવાણીની કલમે
