ઇક્વિટી માં રોકણ કરી રહેલા ઘણા રોકાણ કરોને પોતાનું રોકાણ ઘણી ધીમી ગતિએથી વધી રહ્યું હોવાનું અનુભવ્યું છે. પરંતુ આજે આપણે એક ગણતરી દ્વારા સમજશું કે ઇક્વિટી જે Compound Interest ના સિદ્ધાંત પર કામ કરે છે એનુ શું કારણ છે અને કેમ દરેક અનુભવી વ્યક્તિ શેર બજાર માં લાંબા ગાળા નું જ રોકાણ કરવાનું સલાહ આપે છે ?

Compound Interest મૂળભૂત રીતે “વ્યાજ નું વ્યાજ” ના સિદ્ધાંત પર કામ કરે છે. જેમાં વ્યાજ ના દર કરતા રોકાણ નો સમય સૌથી મહત્વનો ભાગ ભજવે છે.

શું છે Compound Interest?, આ 3 મિત્રોના ઉદાહરણથી સમજીશું.શ્રીમાન અજય,વિજય અને સુરેશ – આ ૩ મિત્રો એ રૂ. 10 લાખ એક એવા સાધન માં રોક્યા હતા, જેણે 20 વર્ષ જેટલા લાંબા સમયગાળા દરમિયાં વાર્ષિક 12% નું ચક્રવૃદ્ધિ વ્યાજ આપ્યું હતું. તમને જાણી ને નવાઈ લાગશે કે અજયએ ધીરજ ન રાખી બધા રુપિયા 4 વર્ષમાં જ ઉપાડી લીધા હતા જેની વેલ્યુ રૂ.15,74,000 જેટલી આવી હતી. વિજય એ આ રોકાણ 10 વર્ષ રાખીને ઉપાડી લેતા રૂ.31,50,000 મળ્યા હતા. બંને મિત્રો 20 વર્ષ બાદ સુરેશ ને મળ્યા તો જાણવા મળ્યું કે સુરેશે હાજી પણ ઇન્વેસ્ટમેન્ટ ઉપાડ્યું નથી. અને એમની ધારણા મુજબ 20 વર્ષે એ વેલ્યુ રૂ. 60 લાખ જેટલી હોવી જોઈએ પરંતુ એ વેલ્યુ 1 કરોડ થી પણ વધુ હતી.
આજ છે Compound Interest નો જાદુ!! તો તમે પણ રોકાણ કરો ત્યારે Compound Interest ના આ formula ને સમજજો, જેથી તમારા રોકાણમાં સારી વૃદ્ધિ થાય.
માર્કેટ નિષ્ણાંત અને ટોરિન વેલ્થ મેનેજમેન્ટના ફાઉન્ડર જિજ્ઞેશભાઈ માધવાણીની કલમે

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.