દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓનું હોસ્ટેલ ફીનો વધારો અને અન્ય માંગોને લઇ પ્રદર્શન ચાલુ જ છે. હજારો વિદ્યાર્થીઓ સંસદ સુધી માર્ચ કાઢી રસ્તા પર ઉતર્યા છે. સંસદના રસ્તા પર પોલીસે કેટલીક જગ્યા ઓ પર બેરિકેડિંગ કરી હતી, પરંતુ વિદ્યાર્થીઓએ એક એક કરી બધી બેરિકેડિંગ તોડી નાખી. હાલ વિદ્યાર્થીઓની છેલ્લી બેરિકેડિંગ પર અટકાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ આ બેરિકેડીંગને પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો.

સંસદ સુધી પહોંચવાની કોશિશમાં કેટલાક વિધાયર્થીઓની પોલીસ સાથે ઝપાઝપી પણ થઇ. પોલીસ વિદ્યાર્થીઓની અટકાયત કરી રહી છે. ત્યાં જ વિદ્યાર્થીઓનું કહેવું છે કે કોઈ પણ રીતે સંસદ પહોંચીને રહીશુ. જે પણ વિદ્યાર્થી બેરિકેડીંગ પર ચઢવાની કોશિશ કરી રહ્યા છે તેની પોલીસ અટકાયત કરી રહી છે. અત્યાર સુધીમાં ઘણા બધા વિદ્યાર્થીઓની પોલીસ અટકાયત કરી ચુકી છે. વિદ્યાર્થીઓને બસમાં ભરીને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી રહ્યા છે.

JNUના વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા છે કે પોલીસે અને સુરક્ષા દળોએ તેમની સાથે મારપીટ કરી છે. વિદ્યાર્થીઓ કોઈ પણ રીતે માનવ માટે તૈયાર નથી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે એમને માર્ચ કાઢવાની પરમિશન નથી આપવામાં આવી. એમને શાંતિપૂર્વક માર્ચ કાઢવાની મંજૂરી માંગી હતી. છતાં પણ ધારા 144 લગાવી દેવામાં આવી. વિદ્યાર્થના આક્ષેપો છે કે પોલીસે સિવિલ ડ્રેસમાં એમની સાથે મારપીટ કરી.

વિદ્યાર્થીઓ સાથે વાતચીત માટે સરકારે એક હાઈ પાવર કમિટી તૈયાર કરી છે. જે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી મામલાને ઠંડો કરવાનો પ્રયાસ કરશે. આ કમિટીમાં ત્રણ સદસ્ય છે.

જેમાં UCGના પૂર્વ ચેરમેન, AICTEના ચેરમેન અને UCGના સેક્રેટરી. HRD મિનિસ્ટ્રી તરફથી ત્રણ સદસ્યને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ કમિટી યુનિવર્સીટી પ્રસાસન અને વિદ્યાર્થી સંઘના પદાધિકારી સાથે વાત કરી સરકારને એક રિપોર્ટ સોંપશે.
JNU વિદ્યાર્થી સંઘનું કહેવું છે કે દેખાડવા માટે સરકારે આ કમિટી બનાવી છે. આ એક જુઠ્ઠી કમિટી છે. વિદ્યર્થિઓએ કહ્યું કે હકમાં નિર્ણય લેવો છે તો આ વધારવામાં આવેલી ફી ને સસ્પેન્ડ કેમ ન કરવામાં આવી.
