આજે સુપ્રીમ કોર્ટ માં જજમેન્ટનો દિવસ છે. સુપ્રીમ કોર્ટ આજે ત્રણ મહત્વના ચુકાદા આપ્યા છે. અયોધ્યા મામલે ઐતહાસિક નિર્ણય પછી રંજન ગોગાઈની આગેવાનીમાં આ બેન્ચે ચુકાદા આપ્યા.
ત્રણ મહત્વના ચુકાદા
સબરીમાલા મામલો
સબરીમાલા મંદિરમાં બધી ઉંમરની મહિલા ઓને પ્રવેશ આપવાનો મામલો અટકી પડ્યો છે, આ મામલાને ગુરુવારે મોટી બેન્ચમાં મોકલવામાં આવશે। 3 જજોની બહુમતીએ 7 જજોની બેન્ચ ને આ મામલો મોકલવામાં આવ્યો છે પોતાના ચુકાદા દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પરંપરાઓ ધર્મના સર્વોચ્ચ સર્વમાન્ય નિયમો મુજબ હોવા જોઈએ. સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બર 2018ના ચુકાદાને કાયમ રાખતાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને ચાલુ રાખ્યો છે અને તેની પર સ્ટે આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.
રાફેલ ડીલ મામલે
સુપ્રીમ કોર્ટથી રાફેલ ડીલમાં મોદી સરકારને મોટી રાહત મળી છે. રાફેલ મામલામાં દાખલ કરવામાં આવેલી તમામ પુનર્વિચાર અરજીઓને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમને એવું નથી લાગતું કે આ મામલામાં કોઈ FIR દાખલ થવી જોઈએ કે પછી કોઈ પ્રકારની તપાસ કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે એ વાતને નજરઅંદાજ નથી કરી શકતા કે હજુ આ મામલામાં એક કૉન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા એફિડેવિટમાં થયેલી ભૂલોનો સ્વીકાર કર્યો છે.
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી
માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની માફીને મંજૂરી કરી છે. સાથે જ કોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે હવે રાહુલની વિરુદ્ધ કોર્ટ અનાદરનો કેસ નહીં ચાલે. પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બંધારણીય પદો પર બેઠેલા લોકોને સાવધાનીથી નિવેદન આપવા જોઈએ. કોર્ટને રાજનીતિ વિવાદમાં સામેલ ન કરવી જોઈએ. રાહુલ ગાંધીએ માફી માંગી લીધી હતી. અમે માફીને મંજૂર કરી દીધી છે.