આજે 31st ની પાર્ટીમાં દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ન્યુ યરની રોનક માર્કેટમાં પણ જોવા મળી રહી છે. આ સાથે જ ન્યુ યરની પાર્ટીમાં કઈ રીતે અન્ય લોકોથી અલગ દેખાવું તેણીઓ તૈયારી પણ લોકો કરતા હોય છે. જો તમે પણ આ કામ કરી રહ્યા હોય તો અહીં તમારી સમસ્યાનો ઉકેલ મળી જશે. કારણ કે આજે તમને જાણવા મળશે એવી ટીપ્સ વિશે જે તમને પાર્ટીમાં હટકે લુક મેળવવા માટે મદદ કરશે.
ન્યૂ યરની પાર્ટીમાં પહેરવાના કપડા પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. તેના માટે તમે સોલિડ મેક્સી ડ્રેસ કે ફિટ એન્ડ ફ્લેયર ડ્રેસની પસંદગી કરી શકો છો. બોડી હગિંગ કે વર્કવાળા ડ્રેસ પણ તમે પસંદ કરી શકો છો. જો તમને ચમક ધમક પસંદ હોય તો આ દિવસે ઈમ્બેલિશ્ડ ડ્રેસ તેના માટે બેસ્ટ છે. તેમાં તમે ચમકીલા રંગની પસંદગી કરી શકો છો.
ડ્રેસને ડિફરન્ટ લૂક આપવા માટે તમે ડેનિમ કે સોલિડ ટેલર્ડ જેકેટ કે ઓપન ફ્રંટ શ્રગનો ઉપયોગ કરી શકો છો. તમે ઈચ્છો તો બોમ્બર, પેપલમ, ટ્રેંચ અથવા સ્ટટાઈલના કોટ પહેરી શકો છો.
પાર્ટીમાં સિમ્પલ અને સોબર જવેલરી કેરી કરી શકો છો. હેવી જવેલરી કરતા પાર્ટીમાં સિમ્પલ જવેલરી વધારે લૂક આપે છે. સાથે સિલ્વર કે ગોલ્ડ પ્લેટેડ બ્રેસલેટ હાથમાં પહેરી શકાય છે. જો તમે ભારતીય શૈલીમાં આભૂષણ પહેરવા ઈચ્છતા હોય તો ઓક્સિડાઈઝ્ડ અથવા સિલ્વર પ્લેટેડ ઝુમખા, હૂપ કે ડ્રોપ ઈયરિંગ્સ પહેરી શકો છો.
ગ્લિટર બેઝ્ડ આઈશેડોનો ઉપયોગ પાર્ટી મેકઅપ માટે કરી શકો છો. તેની સાથે બોલ્ડ લિપસ્ટિક લગાડી શકાય છે. હાઈલાઇટરને ફાઉન્ડેશન સાથે ઉમેરી ચહેરા પર લગાવો. તેનાથી ત્વચામાં નમી જળવાઈ રહેશે અને ચહેરા પર ગ્લો દેખાશે. આ સાથે મસ્કારા, આઈ લાઈનર, કાજલ લગાવવાનું ભુલતા નહીં.
બ્લોક હીલ્સ, ફ્લેટ શૂઝ, વેજેસ, સ્ટિલેટોઝ કે પ્લેટફોર્મ હીલ્સ સારા વિકલ્પ છે પાર્ટી માટે.
યુવા માટે રેગ્યુલર કે સ્લિમ ડાર્ક સોલિડ શર્ટ સારો વિકલ્પ છે. આ ઉપરાંત પાર્ટી માટે ફ્લોરલ પ્રીંટ પણ ટ્રાય કરી શકો છો. તેને તમે કેઝ્યુઅલ બ્લેઝર અને સ્લિમ ફિટ પેન્ટ સાથે ટીમ કરી પહેરી શકો છો. આ ઉપરાંત ડેનિમ જીન્સ અને સોલિડ બાઈકર જેકેટ તમારા પાર્ટી લુકને બેસ્ટ બનાવશે.
