લોકડાઉન વચ્ચે રેલવે મંત્રાલય દ્વારા 12 મેથી કેટલાક શહેરો માટે 15 ટ્રેનોની જાહેરાત કરી છે. લગભગ 50 દિવસ રોક લગાવ્યા બાદ કેન્દ્ર સરકારે એકવાર ફરીથી કેટલીક ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. 12 મેથી ચાલનારી સ્પેશલ ટ્રેનોમાં યાત્રા કરનારાઓ માટે શરતો અને નિયમો-કાયદાઓ નક્કી કરવામાં આવ્યા છે.
તમામ લોકો માટે એકસમાન ભાડું
12મેં થી ચાલનારી ટ્રેનમાં કોઈ પ્રકારના પાસ નહિ ચાલે જેમાં ના સાંસદો અને પૂર્વ સાંસદોનું ટોકન ચાલશે. સાથે જ સીનિયર સિટીઝનનો પાસ પણ નહીં ચાલે. ટ્રેનોમાં મુસાફરી કરનારા કોઈપણ યાત્રીને કોઈપણ પ્રકારનાં કોટાનો ફાયદો નહીં મળે. તમામ ટ્રેનોમાં તમામ લોકો માટે એક સમાન ભાડું લાગશે. રેલવેએ સ્પષ્ટ કહી દીધું છે કે આ ટ્રેનોમાં કોઈપણ પ્રકારની છૂટ નહીં મળે. સીનિયર સીટિઝન હોય અથવા દિવ્યાંગ અથવા પછી મહિલા, કોઈપણ યાત્રી માટે આ ટ્રેનોમાં કોઈપણ પ્રકારની છૂટ આપવામાં નહીં આવે.
સોમવાર સાંજે 4 વાગ્યાથી ટિકિટનું બૂકિંગ શરુ
ટ્રેનો માટે સોમવાર સાંજે 4 વાગ્યાથી ટિકિટ બૂકિંગ શરુ થઈ જશે. ટિકિટ ફક્ત ઑનલાઇન જ બૂક થશે. સાથે જે જે લોકો વિચારતા હશે કે તેઓ એજન્ટ દ્વારા ટિકિટ લેશે તેમને પણ નિરાશા હાથ લાગશે, કેમકે એજન્ટ દ્વારા ટિકિટ તમે નહીં બૂક કરાવી શકો. ટિકિટ મળી જાય છે તો ધ્યાન રાખો કે સમયથી બે કલાક પહેલા જ રેલવે સ્ટેશન પહોંચવું પડશે અને એ પણ ધ્યાને રાખવું પડશે. કે તમારી સાથે કોઈ બીજો વ્યક્તિ પ્લેટફોર્મ પર ના જાય, કેમકે પ્લેટફોર્મ ટિકિટ બંધ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો : WHOની ગાઇડલાઇન, ભોજન બનાવતી સમયે શું કરવું જરૂરી છે અને શું નહિ ?
