પોન્ડિચેરીના એક કેફેમાં ઇન્ડિયન એયર ફોર્સના વિંગ કમાન્ડર અભિનંદનના સન્માનમાં એમની ચોકલેટથી 5 ફૂટ 10 ઇંચ લાંબી પ્રતિમા બનાવી છે. આ પ્રતિમાનું વજન 321 કિલો છે. ઝુકા કેફેના શેફ રાજેન્દ્ર તંગરસુ ના જણાવ્યા મુજબ વિંગ કમાન્ડર અભિનંદની પ્રતિમા બનાવવામાં તેમને 132 થી વધુ કલાકોનો સમય લાગ્યો

વર્ષ 2009માં બનેલ ‘ઝુકા કેફે’ દર વર્ષે દેશના પ્રશદ્ધ વ્યક્તિઓનું હાથ થી બનેલ ચોકલેટનું સ્ટેચ્યુ બનાવી એમને સન્માન આપે છે. આ કેફે આ પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, ડો.એપીજે અબ્દુલ કલામ, મશહૂર હાસ્ય કલાકાર ચાર્લી ચેપ્લિન, દક્ષિણ સુપરસ્ટાર રજનીકાંત અબે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના સન્માનમાં એમની ચોકલેટની પ્રતિમા બનાવી ચુક્યા છે.
જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં બાલાકોટ એયર સ્ટ્રાઇક પછી પાકિસ્તાનએ 24 ફેબ્રુઆરી જવાબી હુમલો કર્યો હતો. આ દરમિયાન અભિનંદનએ બહાદુરી દેખાડી પોતાના ‘MIG-21’ ફાઈટર જેટથી પાકિસ્તાનના F-16 નો પીછો કર્યો હતો. પરંતુ તેઓ LOC ક્રોસ કરી પાકિસ્તાનની સીમામા ઘુસી ગયા હતા. એ દરમિયાન પાકિસ્તાનની આર્મીએ તેમને પકડી લીધા હતા, પરન્તુ ભારતે વિંગ કમાન્ડર અભિનંદનને છોડવા પાકિસ્તાનને મજબુર કરી દીધું હતું
જણાવી દઈએ કે વિંગ કમાન્ડર અભિનંદન વર્ષ 2019માં Google પર સૌથી વધુ સર્ચ થનારા વ્યક્તિઓની લિસ્ટમાં સામેલ છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.