જ્યારે આર્મીના એક ઓફિસર કે જે સી.આર. ચીન બોર્ડર પર તહેનાત હતા. એમણે IIM કલકત્તાના એલ્યુમીની પુનીત ગુપ્તાને કહ્યું કે હું છેલ્લા 90 દિવસથી નહાયો નથી, ત્યારે પુનીતને થયું કે મારે આ વાતનું સોલ્યુશન શોધવું જોઈએ. આ વિચાર કરવાના શરૂ કર્યો. અને છેવટે ફેબ્રુઆરી 2016 માં વોટર લેસ ટેક્નોલીજી માટે કામ કરનાર સ્ટાર્ટ –અપ. “Clensta” ઈંટરનેશનલની શરૂઆત કરી.

Clensta બે પ્રોડક્ટ બોડી વોશ અને સેમ્પુ કે જેને પાણીની જરૂરત નથી કે જે આલ્કોહોલ, તથા ગ્લુટેન ફ્રી છે, જેથી તે શરીરની ચામડી અને વાળને નુકશાન પણ નથી પહોચાડતા.

પુનીત અને એમની IIT, દિલ્હીની રિસર્ચ ટીમ મુજબ જો શરીરનુ પર્સનલ હાઇજિન મેનેજ કરવા માટે ધૂળ, ઓઇલ અને ગ્રીસ ને સરળતાથી શરીર પરથી પાણી વિના દૂર કરવા પડે. આ ટીમનું માનીએ તો આપણે જેટલું પાણી નાહવા માટે વાપરીએ છીએ એમાથી 80% પાણી આપણાં શરીરને અડક્તું પણ નથી. આ જાણકારી પુનીત અને ટીમે એવી પ્રોડક્ટ ડિઝાઇન કરી જેના મસાજ કરીને સાફ કરવામાં આવે તો શરીરનો કચરો નીકળી જાય છે. કલેસ્ટા ના દાવા મુજબ એમની 100 ML પ્રોડક્ટ 350 લિટર પાણીનો બગાડ અટકાવે છે.

વિચાર આવવાના ફક્ત બે જ વર્ષમાં પુનીતે એમની પ્રોડક્ટ બજારમાં મૂકી દીધી હતી. પુનીત ના મત મુજબ વોટરસેલ હાઈજીન પ્રોડક્ટ માં હજી પણ ઘણા સ્કોપ રહેલા છે.
Entrepreneur કૃણાલ નાયકની કલમે
